ફરી ટ્રેન ડિરેલ કરવાનું કાવતરું...:ટ્રેનના પાટા પર આતંકીઓએ લોખંડનો થાંભલો મૂક્યો, સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટનું સત્ય જાણો - At This Time

ફરી ટ્રેન ડિરેલ કરવાનું કાવતરું…:ટ્રેનના પાટા પર આતંકીઓએ લોખંડનો થાંભલો મૂક્યો, સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટનું સત્ય જાણો


દેશના ઘણા વિસ્તારોમાંથી ટ્રેનને ડિરેલ કરવાના ષડ્યંત્ર સાથે જોડાયેલા સમાચારો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે રામપુર (યુપી)માં નૈની દૂન એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેરિફાઇડ એક્સ યુઝર દીપક શર્માએ કહ્યું- હજારો હિન્દુઓનો જીવ માંડ-માંડ બચી ગયો...રામપુરની મુસ્લિમ કોલોની પાછળથી પસાર થઈ રહેલી રેલવે લાઇન પર ટ્રેનને ડિરેલ કરવાના ઉદેશ્ય સાથે આતંકીઓએ લોખંડનો થાંભલો રાખી દેવામાં આવ્યો...પરંતુ દેહરાદૂન એક્સપ્રેસના લોકો પાઇલટે સમય રહેતાં ઇમર્જન્સી બ્રેક લગાવીને હજારો હિન્દુઓનો જીવ બચાવી લીધો...આખરે રેલવે મંત્રાલયની આંખ ક્યારે ખૂલશે? ( આર્કાઈવ લિંક ) ટ્વીટ જુઓ: X પર દીપક શર્માને 98 હજારથી વધુ યૂઝર્સ ફોલો કરે છે. ત્યાં જ, સમાચાર લખાય ત્યાં સુધી તેની આ ટ્વીટને 5 હજારથી વધારે લોકો લાઇક કરી ચૂક્યા હતા અને ત્યાં જ 2900 લોકોએ તેને રિપોસ્ટ કરી હતી. એક્સ યુઝર ઘનશ્યામ સિંહ ચૌહાણે પણ પોતાના ટ્વીટમાં એ જ વાત લખી હતી જે દીપક શર્માએ ટ્વીટ કરી હતી. ( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: તપાસ દરમિયાન અમને જય શ્રી રામ નામનું વેરિફાઈડ એક્સ એકાઉન્ટ પણ મળ્યું. આ એકાઉન્ટથી કરવામાં આવેલી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે- મોહબ્બતની વાત કરનાર મોં સંતાડીને ક્યાં બેઠા છે...અહીં હજારો હિન્દુઓનો જીવ માંડ-માંડ બચ્યો છે. રામપુરના મુસ્લિમ કોલોની પાછળથી પસાર થઈ રહેલી રેલવે લાઇન પર ટ્રેનને ડિરેલ કરવાના ઉદેશ્ય સાથે આતંકીઓએ ત્યાં લોખંડનો થાંભલો રાખી દેવામાં આવ્યો...( આર્કાઇવ ટ્વીટ ) ટ્વીટ જુઓ: શું છે વાઇરલ દાવાનું સત્ય? વાઇરલ દાવાની તપાસ કરવા માટે અમે આ ઘટના સંબંધિત સમાચાર માટે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. આ સમય દરમિયાન અમને ન્યૂઝ 18 અને TV9 તરફથી લખાયેલ આર્ટિકલ્સ મળ્યા. એમાં જે કહેવામાં આવ્યું હતું તે વાઇરલ દાવાથી સંપૂર્ણપણે વિરુદ્ધ હતું. ન્યૂઝ 18ના સમાચારનો સ્ક્રીનશોટ... ન્યૂઝ 18એ તેમના લેખમાં મુરાદાબાદ રેલવે પોલીસના નાયબ અધિક્ષક અનિલ કુમાર વર્માને ટાંકીને કહ્યું હતું કે આ ઘટના 18 સપ્ટેમ્બરે બની હતી અને આ કેસમાં સંદીપ ચૌહાણ અને બિજેન્દ્ર ઉર્ફે ટિંકુ નામના બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંને રામપુર જિલ્લાના બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું હતું કે, 'અમે અવારનવાર ક્રાઈમ સ્પોટ પર દારૂ પીને જતા હતા. અકસ્માતના દિવસે પણ તેઓ પાટા પાસે બેસીને દારૂ પી રહ્યા હતા, જ્યારે તેઓએ લોખંડનો થાંભલો પડેલો જોયો ત્યારે તેઓએ તેને ચોરી કરવાનું વિચાર્યું, તક મળતાંની સાથે જ બંને તેને લઈને નીકળી ગયા. જમીન ઉબડખાબડ હતી, અમે નશામાં હતા, પછી થાંભલાને લઈ જતી વખતે અમને ટ્રેનનું હોર્ન સંભળાયું, જે પછી થાંભલો અમે ત્યાં જ છોડીને ભાગી ગયા. ન્યૂઝ 18 એ તેમના અહેવાલમાં પોલીસને ટાંકીને પણ કહ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓનો કોઈ સંગઠન સાથે કોઈ સંબંધ નથી કે તેઓ કોઈ મોડ્યુલ સાથે જોડાયેલા નથી. (આર્કાઇવ લિંક જોવા માટે ક્લિક કરો ) તપાસ દરમિયાન અમને ટીવી 9નો એક લેખ પણ મળ્યો. આ લેખનું હેડિંગ હતું - 'કોઈ કાવતરું નથી સર, બસ ડરી ગયા હતા...', રામપુરમાં રેલવે ટ્રેક પર લોખંડનો થાંભલો મૂકનાર સની-ટિંકુએ કહાની જણાવી. સ્ક્રીનશોટ જુઓ. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે આરોપી સંદીપ ચૌહાણ અને બિજેન્દ્ર ઉર્ફે ટીંકુ ડ્રગ્સના બંધાણી છે. બંનેએ ઇલેક્ટ્રિક પોલ ચોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે તેઓ પોલ સાથે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી એક ટ્રેન આવી હતી. ગભરાઈને બંનેએ પોલ ત્યાં જ છોડી દીધો હતો, જો કે, લોકો પાઇલટની સમજને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. (આર્કાઇવ લિંક જોવા માટે ક્લિક કરો ) નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in પર ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.