ધંધુકા તાલુકાના વાસણા શાળાના ૧૯૪ બાળકો માટે કીટ વિતરણ કરાયું. - At This Time

ધંધુકા તાલુકાના વાસણા શાળાના ૧૯૪ બાળકો માટે કીટ વિતરણ કરાયું.


ધંધુકા તાલુકાના વાસણા શાળાના ૧૯૪ બાળકો માટે કીટ વિતરણ કરાયું.

સ્વ. તખુબાના પુણ્ય સ્મરણાર્થે પરીવારજનોની ઉદારતા

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના વાસણા શાળાના તમામ ૧૯૪ વિદ્યાર્થીઓને દફતર અને જરૂરી સાહિત્ય સાથે આશરે ₹૨,૬૦,૦૦૦/- ની કીટ વિતરણ કરવામાં આવી. આ પવિત્ર કાર્ય સ્વ. તખુબાના પુણ્ય સ્મરણાર્થે તેમના પરીવારજનો શ્રી કરશનભાઈ છગનભાઈ કણજરીયા, નરેશભાઈ કરશનભાઈ કણજરીયા અને ગૌરીબેન નરેશભાઈ કણજરીયા તથા પરીવાર દ્વારા કરવામાં આવ્યું.

ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિતરણ સમારોહ યોજાયો

આ ઉદારતા યુક્ત વિતરણ સમારોહમાં ગામના સરપંચ શ્રી મહેશભાઈ પરમાર, તલાટી શ્રી મલેકભાઈ, તેમજ ઈશ્વરભાઈ, મહેશભાઈ, ત્રિકમભાઈ, નટવરભાઈ, રામજીભાઈ અને બાલાભાઈ સહિત ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી સહદેવસિંહે સૌને આવકાર્યા અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી

આ કાર્યક્રમનું સુંદર સંચાલન શાળા ના આ.શિ વિક્રમભાઈ ખાંટે કર્યું અને સમગ્ર શાળા પરીવારે દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છલકાતી હતી અને તેમના મૌન અભિવાદન દ્વારા દાતાશ્રી પ્રત્યે આભાર વ્યક્ત થતો જોવા મળ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image