વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ - At This Time

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨


૫૯-ધંધુકા વિધાનસભા મતવિભાગની સમીક્ષા મુલાકાત લેતાં ખર્ચનિરીક્ષકશ્રી

ખર્ચ નિરીક્ષકશ્રીની અધ્યક્ષતામાં FST/SST/VST/VVT/ACC ના ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૫૯- ધંધુકા વિધાનસભા મતવિભાગના ખર્ચ ૫રીવેક્ષકશ્રીએ (Expenditure Observer E.O) વિધાનસભા મતવિભાગની સમીક્ષા મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરશ્રીની (E.O) અઘ્યક્ષતામાં પ્રાંત કચેરી ધંધુકા ખાતે FST/SST/VST/VVT/ACC ના ટીમ સાથે સમીક્ષા મીટીંગ પણ યોજવામાં આવી હતી. આ સમીક્ષા મીટીંગમાં ખર્ચ નિરીક્ષકશ્રી (E.O) દ્વારા ખર્ચ નિયંત્રણ અંગેની ગાઇડલાઇન તથા ટીમોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં તેમણે દરેક ટીમો પાસેથી ફીડબેક મેળવ્યા તથા કાર્યરીતીની સમીક્ષા કરવામાં આવી હતી. ખર્ચ નિરીક્ષકશ્રી દ્વારા વિવિધ સ્થળ ખાતે જઈને ફિલ્ડ વિઝીટ દ્વારા SST તથા FST ( flying Squad ) ટીમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખર્ચ ૫રીવેક્ષકશ્રીનો સં૫ર્ક નં. 9106260866 છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.