અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્રની મતદાન પ્રક્રિયા પર સતત ત્રીજી આંખ રાખી રહી છે નજર. - At This Time

અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્રની મતદાન પ્રક્રિયા પર સતત ત્રીજી આંખ રાખી રહી છે નજર.


અરવલ્લી જિલ્લામાં ત્રણ વિધાનસભા વિસ્તારમાં ૫૨૬ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ..
આજે ૭ મેના દિવસે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં કુલ ૧૦૪૯ મતદાન મથકો આવેલા છે. જેમાંથી ૫૨૬ મતદાન મથકોની વેબ કાસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે . અરવલ્લી જિલ્લામાં ૫૨૬ મતદાન મથક પર વેબકાસ્ટિંગ માટે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. વેબ કાસ્ટીંગ નોડલ અધિકારીશ્રી જશવંત જેગોડાના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ટી. અધિકારીશ્રી ઊર્મિલા ડામોર સહિતના અધિકારીઓ નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજવા સતત સક્રિય છે..

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.