રાજુલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોપી સત્સંગ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન
રાજુલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોપી સત્સંગ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન
રાજુલા શહેરમાં આવેલ બ્રાહ્મણ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મંદિર ખાતે શ્રી ગોપી સત્સંગ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જે તારીખ ૦૪.૦૧
૨૦૨૫ થી શરૂ કરવામાં આવેલું અને આ કથા વિરામ તારીખ ૧૦.૦૧.૨૦૨૫ ના રોજ થશે જેમાં આ કથા ના વક્તા તરીકે હિતેશ દાદા કથાનું રસપાન કરાવશે ત્યારે રાજુલા શહેરના તમામ ભાવિક ભક્તજનોની આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે રાજુલા ગોપી સત્સંગ મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે ગોપી સત્સંગ મંડળ સતત પાંચ વર્ષથી આ સેવાકીય કાર્યો કરે છે જેમાં આ ગોપી મંડળમાં કુલ 25 બહેનો દ્વારા આ ગોપી મંડળ ચલાવવામાં આવે છે જેમાં દર માસની પૂનમ અગિયારસ અમાસના દિવસે સાંજના સમયે સત્સંગનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરના લગતા તમામ કામો જેવા કે પારેવાને ચણ નાખવી મંદિરની સાફ-સફાઈ કરવી તેમજ સપ્તાહ દરમિયાન જે કાંઈ નાણાકીય બચત થાય છે તેમાંથી મંદિરમાં બહેનો મંડળ માટે સત્સંગ હોલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે આ બ્રહ્મેશ્વર મંદિરના ગોપી મંડળ દ્વારા આ સેવાકીય કાર્ય સાથે હજુ પણ આવા બિજ સેવાકાર્ય થઈ શકે તેવું આ મંડળ દ્વારા પણ આયોજન થઈ રહેલ છે તો રાજુલા શહેરની ધર્મપ્રિય જનતાને આ સેવાકીય કાર્યમાં લાભ લેવા સાથે કથા નું રસપાન કરવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.