આહીર ચોકમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ: 15 લાખની નુકસાની - At This Time

આહીર ચોકમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ: 15 લાખની નુકસાની


આહીર ચોકમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આશરે 15 લાખની નુકસાની થઈ છે. જોકે આગનું કારણ અકબંધ છે. ફાયર બ્રિગેડના જવાનોની ભારે જહેમત બાદ દોઢ કલાક પાણીનો મારો ચલાવ્યા પછી આગ કાબુમાં આવી હતી.
આ અંગે રાજકોટ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે, આહીર ચોક નજીક, બોલબાલા માર્ગ પર બાલાજી ફ્રીઝની પાછળ આવેલ પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝ એરિયાની શેરી નં.3માં શ્રી ઉમિયાજી પ્લાસ્ટિક નામે કારખાનું આવેલું. છે. આજે સવારે 8.30 વાગ્યા આસપાસ આ કારખાનામાં આગ લાગ્યાની ખબર મળતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. સ્ટેશન ઓફિસર જોબણ, ફાયર જવાન સંજયભાઈ નાગલાણી, શૈલેષભાઇ મેર, લાલજીભાઈ મેર, વિક્રમભાઈ ચીસલા વગેરેએ સતત દોઢ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગમાં પ્લાસ્ટિકની વસ્તુઓ અને પ્લાસ્ટિક દાણાનો કાચો માલ, મશીનરી બળીને ખાખ થતા આશરે 15 લાખ જેવું નુકસાન થયાનું કારખાનાના માલિક ધર્મેન્દ્રભાઈ માવજીભાઈ લાડોલા(પટેલ)એ જણાવ્યું હતું. આગ ઓફિસમાંથી લાગ્યા બાદ કારખાનામાં ફેલાઈ હતી. આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું નહોતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.