થોરિયાળી જાદરાબાપુ ના મંદિરે જવાના રસ્તે પ્રવેશદ્વાર બનાવવાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.
સાયલાના થોરિયાળી ગામે પંચાલના પ્રગટ પીરાણા રૂપ શ્રી જાદરાબાપુ ની જગ્યા આવેલી છૅ. જે જાદરાબાપુ ના મંદિરે દર મહિનાની સુદ બીજ ઉજવાય છૅ. ત્યારે તેમના ભક્તો દુરદુર થી દર્શન કરવા આવતા હોય છૅ. થોરિયાળી ગામના લોકો નું આસ્થાનું કેન્દ્ર છૅ. થોરિયાળી ગામના લોકો તથા સેવકો દ્વારા જાદરાબાપુ ના મંદિરે જવાના રસ્તા પર પ્રવેશદ્વાર બનાવવાંનું આયોજન કરેલ હતું.
ત્યારે જાદરાબાપુ ના પ્રવેશદ્વાર બનાવવાનું ખાતમુર્હત જાદરાબાપુ પરિવારના પૂજનીય આલકુબાપુ ભગત (સોનગઢ) દ્વારા કરવામાં આવ્યું. આ ખાતમુર્હત માં જુના સુરજદેવળ ના મહંત દિલીપબાપુ તથા દેવાતબાપુ તથા ગામલોકો તથા અન્ય સેવક ભક્તો હાજર રહી વિધિવત પૂજન કરી ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.
સાયલા-સુદામડા ના રોડ પર જાદરાબાપુ ના પ્રવેશદ્વાર બનતા ભક્તજનો માં તથા ગામજનો માં હર્ષ ની લાગણી જોવા મળી હતી. પ્રવેશદ્વાર માં જાદરાબાપુ સેવક સમુદાય તથા થોરિયાળી ગામના તમામ જ્ઞાતિ લોકો સાથ સહકાર આપી ઉત્સાહભેર કામ કરી રહી છૅ.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.