રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજ્ન્સી શાખાના કર્મચારીઓની કામગીરીને બિરદાવી.
રાજકોટ શહેર તા.૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર અને ઈમરજ્ન્સી શાખા દ્વારા શહેરમાં આગની દુર્ઘટના સમયે કામગીરી, રેસક્યું, કુદરતી આફતના સંજોગોમાં રાહત બચાવ તથા શહેરના નાગરીકોને જન જાગૃતિના કાર્યક્રમો તેમજ સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. ફાયર અને ઈમરજ્ન્સી શાખાની આ કામગીરીમાં અધિકારીઓ-કર્મચારીઓ પોતાના જીવની પરવાહ કર્યા વગર આ કામગીરી કરે છે. શહેરમાં તાજેતરમાં લાગેલ આગની દુર્ઘટનામાં પણ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજ્ન્સી શાખાના અધિકારી-કર્મચારીઓએ પોતાના જીવની પરવાહ કર્યા વગર ખુબ જ સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા દ્વારા ફાયર એન્ડ ઈમરજ્ન્સી શાખાના કુલ-૧૧૬ અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીને બિરદાવી અને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા દ્વારા પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને મેયર નયનાબેન પેઢડીયાએ ફાયર અને ઈમરજ્ન્સી શાખાના અધિકારી-કર્મચારીઓને બિરદાવી જણાવેલ કે, પોતાના જાનની પરવાહ કર્યા વગર ખુબ જ અઘરી કામગીરી કરી લોકોના જીવ બચાવે છે. આ કામગીરીમાં ઘણીવાર ફાયરના જવાનોને નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે. તાજેતરમાં જ લાગેલ આગની દુર્ઘટનામાં ફક્ત ૭ મિનીટ જેટલા સમયમાં કોલ એટેન્ડ કરી કામગીરી કરવામાં આવેલ જે ખુબ જ બિરદાવવાને પાત્ર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફાયર એન્ડ ઈમરજ્ન્સી વિભાગના કુલ-૧૧૬ કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમની આભારવિધિ ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી, ઈ.ચા.આસી કમિશનર એન.કે.રામાનુજ, દીપેન ડોડિયા, મેનેજર કૌશિક ઉનાવા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, ઈ.ચા.ચીફ ફાયર ઓફિસર અમિત દવે તથા ફાયર વિભાગના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
