મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દ્વારા ૯ મી ફેબ્રઆરી રોજ નેશનલ લોક અદાલતનું આયોજન
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓના ઉપક્રમે મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ઘ્વારા તા.તા.૯/૩/૨૦૨૪ ને શનિવાર ના રોજ ૧૦:૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમાધાનલાયક કેસો જેવા કે, (૧)ફોજદાર સમાધાન લાયક કેસો(૨)નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧ ૩૮ના કેસો(૩)બેંક રીકવરીના કેસો (૪) અકસ્માત વળતરના કેસો (૫) મજુર ડીસ્ક્યુટના કેસો (૬)જમીન સંપાદનના કેસો (૭)ફેરફાર/ભાગલા/ભાડા બેંક વસુલાત/સુખાધિકારીના હકકો વિગેરેના દિવાની દાવાઓ (૮)વીજળી અને પાણીના બીલના કેસો (૯)પ્રિ-લીટીગેશનના કેસો (૧૦)ભરણ પોષણના કેસો અને કૌટુંબિક ઝઘડાના કેસોનો સમાધાન લાયક કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેસો મુકવા ઈચ્છતા પક્ષકારો, વકીલો જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર મું.લુણાવાડા તથા મહીસાગર જીલ્લાની જે તે તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રીઓને સંપર્ક કરશો તેમ ફુલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહીસાગર-લુણાવાડાની અખબારી યાદીમાં જણાવાયુ છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.