બોટાદ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ - At This Time

બોટાદ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ


બોટાદ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
---------------------
બોટાદ માહિતી બ્યુરો, તા.૨૨ જૂન : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર બોટાદ જિલ્લા ન્યાયાલય ખાતે ગઇકાલે સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં બોટાદ ખાતેના તમામ ન્યાયિક અધિકારીઓ તથા કોર્ટના કર્મચારીઓએ હાજર રહી વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ કર્યાં હતા. જીવનમાં યોગના મહત્વ અંગે લોકો માહિતિગાર થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી એ.એન.પટેલ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦*૦*૦*૦*૦*૦*૦*૦*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.