વઢવાણ ચોટીલા જેવા અલગ અલગ વિસ્તારોમાંથી બાઈકની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી પાડતી વઢવાણ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x6wsyd8jgkl0eigl/" left="-10"]

વઢવાણ ચોટીલા જેવા અલગ અલગ વિસ્તારોમાંથી બાઈકની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી પાડતી વઢવાણ પોલીસ


વઢવાણ પોલીસ ટીમને ચોક્કસ બાતમીના આધારે વઢવાણ દેપાળાવાડ ગ્રામીણ બેંક નજીકમાંથી બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં દબોચી લીધા હતા. આ શખ્સો પાસે રહેલુ બાઇક પણ નંબર પ્લેટ વગરનું મળી આવ્યુ હતુ. આથી મોબાઇલ પોકેટ એપની મદદથી અને ઝડપાયેલા બોટાદના બંને શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા 6 બાઇક ચોરીની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બાઇકચોરોને ઝડપી પાડવા માટે પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ.ડી.ચુડાસમા, પ્રદ્યુમનસિંહપી, રાજેન્દ્રસિંહ, વિજયસિંહ મહેન્દ્રસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરી હતી.મોજશોખ માટે બાઇક ચોરીને બોટાદમાં ઘરે સંગ્રહ કરતા.બંને આરોપીઓ મોજશોખ માટે શહેરી વિસ્તારના જુદા જુદા સ્થળોએથી બાઇકોની ચોરી કરતા હતા. ત્યારબાદ તેને બોટાદમાં એક આરોપી પોતાના ઘરે સંગ્રહ કરતો અને એક આરોપી તેનું ધ્યાન રાખતો હતો. ત્યારબાદ બાઇક ખરીદનાર મળે તો વેચી નાંખતા હતા.આ બનાવમાં મૂળ ચુડા તાલુકાના ખાંડીયા ગામના અને હાલ બોટાદ ગઢડા રોડ હિપ્લીમાં ભોલેનાથ કારખાનામાં રહેતા 26 વર્ષના પ્રફુલભાઈ ઉર્ફે પપ્પુ ઇશ્વરભાઈ દૂધરેજીયા અને પાળીયાદ રોડ સૂર્યા ગાર્ડન સામે યોગીનગર-2માં રહેતા 26 વર્ષના મીલનદાસ રામદાસ ગોંડલીયા પાસેથી વઢવાણ, લખતર તેમજ ચોટીલામાંથી ચોરી કરેલા રૂ. 1,60,000ની કિંમતના 6 બાઇકો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ ચોરીલા બાઇક વેચે તે પહેલા જ આરોપી ઝડપાતા ચકચાર ફેલાઇ હતી. આ શખ્સો રૂ. 10,000ની કિંમતે બાઇક વેંચતા હોવાનું તેમજ કાગળો ન હોવાના કારણે એક પણ બાઇક ન વેચાયુ હોવાનું બહાર આવ્યુ હતુ.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]