લાલપુર તાલુકાના ગજણા ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ રથયાત્રા નું સ્વાગત કરાયું - At This Time

લાલપુર તાલુકાના ગજણા ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ રથયાત્રા નું સ્વાગત કરાયું


લાલપુર તાલુકાના ગજણા ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ રથયાત્રા નું સ્વાગત કરાયું

નાની વિદ્યાર્થીનીઓ અને ગામના સરપંચ તથા અઘિકારી અને સ્થાનિક આગેવાનો દ્વારા વંદે ગુજરાત વિકાસ રથયાત્રાનો સ્વાગત કરવામાં આવ્યું આ તકે જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય હીરજીભાઈ ચાવડા તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ ગમારા તથા લાલપુર સરપંચ જયેશભાઈ તૈરેયા જીલ્લા એસ. ટી. વિભાગીય નિયામક પટેલ ભાઇ તથા મામલતદાર રાજકોટીયા ભાઇ તથા જીલ્લા ભાજપ લીગલ સેલ ના કન્વીનર ધર્મેશભાઈ ઘમસાણિયા ગામ ના ગજણા સરપંચ પેથાભાઈ તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ તથા વિવિધ વિભાગ અઘિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા
મુખ્ય પ્રવક્તા તરીકે લાલપુર સરપંચ જયેશભાઈ તૈરેયા એ ગુજરાત સરકાર તથા ભારત સરકાર ની વિવિધ યોજના બાબતે માહિતી આપી હતી સાથો સાથ ગુજરાત ભારતીય જનતા પાર્ટી ની સરકાર ની વિકાસ ના કામો અવિરથ ચાલુ છે હજુ બાકી રહેતા ગજણા રોડ જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય હીરજીભાઈ ચાવડા એ ગુજરાત સરકાર માં લેખિત રજૂઆત કરેલ છે તે ટુક સમય મા જોબ નંબર મળ્યા ની સાથે ચાલુ કરવામાં આવશે તે માહિતી આપેલ
સાથો સાથ જયેશભાઈ તૈરેયા એ સરળ અને સાદગી પર્યાય તેમજ જનપ્રિય મુખ્યમંત્રી માનનિય ભૂપેન્દ્રભાઈ પટેલ ને જન્મ દિવસ ની શુભકામના ની અનંત શુભકામના પાઠવી હતી
તથા આ વંદે કાર્યક્રમ મા ૧૮થી વઘુ ઉમર ના લોકો માટે બુસ્ટર ડોઝ નું લાલપુર હેલ્થ વિભાગ પરમાર ભાઈ દ્વારા લાલપુર સરપંચ જયેશભાઈ તૈરેયા ને આપી શુભ શરુંઆત કરવામાં આવેલ
સાથો સાથ વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ તથા વુક્ષાો ખેડૂતો ને નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ તથા પ્રાકૃતિક ખેતી કરવા લોકો ને માહીતગાર કરવામાં આવેલ
આ કાર્યક્રમ સફળ બનાવવા સરપંચ પેથાભાઈ તથા ગજણા પ્રા શાળા આચાર્ય તથા શિક્ષણ વહિવટી તંત્ર દ્વારા સારી એવી જાહેરાત ઉઠાવી હતી

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો.9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.