વડોદરા હાઇવે ની હોટલો બહાર ત્રણ કારમાંથી રૂ . 11 લાખની મત્તા ચોરનાર બે રીઢા ચોર ઝડપાયા. - At This Time

વડોદરા હાઇવે ની હોટલો બહાર ત્રણ કારમાંથી રૂ . 11 લાખની મત્તા ચોરનાર બે રીઢા ચોર ઝડપાયા.


વડોદરા નજીકના હાઇવે પરની હોટલો પર નજર રાખી પાર્ક કરાતી કારના કાચ તોડીને અંદરથી કિંમતી સામાનની ઉઠાંતરી કરવામાં પાવરધા બે રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેમની પાસે રૂ . 10. 69 લાખની મત્તા કબજે કરી અને તરસાલી હાઇવે પરની ગીરનાર હોટલના પાર્કિંગમાંથી બે દિવસ પહેલાં બે કારના કાચ તોડી ચોરોએ દાગીના અને રોકડ મળી કુલ રૂ . ૮. ૧૫ લાખની મત્તાની ચોરી કરી હતી . બનાવ અંગે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.