લાઠી બાબરના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક કરાય - At This Time

લાઠી બાબરના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક કરાય


લાઠી બાબરના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક કરાય

લાઠી બાબરના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની જુનાગઢ મહાનગરપાલિકાના પ્રભારી તરીકે નિમણૂક કરાય.પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને રહીમભાઈ વોરા સહિતના ત્રણ વ્યક્તિ ની પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમણૂક કરાતાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી.જૂનાગઢ મહાનગરપાલિકા ની આગમી દિવસોમાં યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે સૌરાષ્ટ્ર ના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેસ કોંગ્રેસના અગ્રણીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ,અને રહીમભાઈ વોરા,ની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવતા ગુજરાત અને સૌરાષ્ટ્ર ના પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા નિમણુંક ને આવકારી અભિનંદન પાઠવ્યા હતાપૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર પ્રદેશ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા ના પ્રભારી તરીકે અમોની નિમણૂક કરવામાં આવી છે અને તા ૧૪/૧૨ ના રોજ જૂનાગઢ શહેર નો પ્રવાસ કરવાના છીએ અને જૂનાગઢ નગરપાલિકા માં કોંગ્રેસ કેવી રીતે વિજય પ્રાપ્ત કરે તે દિશામાં કામ કરવામાં આવશે…


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.