બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના નવનિયુક્ત બી.આર.સી-સી.આર.સીનો વર્કશોપ સંપન્ન
તા.૨૩ : બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા બોટાદ દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ જિલ્લાના ૩૨૦ નવનિયુક્ત BRC અને CRC નો દ્વિ-દિવસીય વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં BRC અને CRCની ફરજો અને જવાબદારીઓ, શાળા મોનીટરીંગ, GSHALA, વર્ગખંડ અવલોકન, GCERT પરિચય, નિપુણ ભારત, NEP-૨૦૨૦, સ્કુલ ઓફ એક્સેલન્સ જેવા વિષયોથી માહિતીગાર કરાયાં હતાં. આ ઉપરાંત રાજ્યની વડી કચેરીના જુદા જુદા ૨૨ જેટલા તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ વેળાએ ગુજરાત રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવશ્રી વિનોદ રાવ, GCERT ગાંધીનગરના નિયામકશ્રી ડી.એસ.પટેલ, સમગ્ર શિક્ષા ગાધીનગરના સચિવશ્રી એમ.પી.મહેતાએ મુલાકાત લઇને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.