ગઢડા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે એડમીશનના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ લેવાની સુવર્ણ તક

ગઢડા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે એડમીશનના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ લેવાની સુવર્ણ તક


તા.૨૩ :- બોટાદના ગઢડા તાલુકાની ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ઓગસ્ટ-૨૦૨૨ માં એડમીશનના પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં સંસ્થા ખાતે ઓફલાઇન નોંધણી ફી રૂ.૫૦/- ભરી દેવાની રહેશે. ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ફક્ત જુજ સીટ બાકી છે. ધો.૧૦-૧૨ પાસ/નપાસ તથા પુરક પરીક્ષા આપેલ ઇચ્છુક ઉમેદવારે પ્રવેશ મેળવવા સત્વરે રૂબરૂ સંસ્થાની મુલાકાત લેવા.વધુ માહિતી માટે ગઢડાની ITI, હરીપર રોડ ખાતે સંપર્ક સાધવા ગઢડાની ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »