રાજકોટ શાળા-કોલેજો, કલાસીસ સહિતના સ્થળો પર ગેરકાયદે ખડકાયેલા ડોમ સ્ટ્રકચર હટાવાશે.
રાજકોટ શાળા-કોલેજો, કલાસીસ સહિતના સ્થળો પર ગેરકાયદે ખડકાયેલા ડોમ સ્ટ્રકચર હટાવાશે.
રાજકોટ શહેર તા.૨/૬/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. TRP અગ્નિકાંડમાં ૨૭ વ્યકિતઓના મોત નિપજેલ છે. જેમાં ૨૫ વ્યકિતઓના DNA મેચ થયા બાદ અન્ય બેના DNA રીપોર્ટ આજે સવારના આવી પહોંચ્યા છે. કલેક્ટર પ્રભવ જોશીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે શહેરમાં શાળા, કોલેજો, કલાસીસો, કોમ્પ્લેક્ષો, સહિતના સ્થળો પર અનઅધિકૃત રીતે જે ડોમ સ્ટ્રકચર ખડકાયેલું છે તેને વહેલી તકે દુર કરવા માટે તેઓ મ્યુ.કોર્પો. રૂડા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી તાકીદ કરશે. TRP ગેમઝોનના અગ્નિકાંડે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે હાહાકાર મચાવી દીધો છે આ અગ્નિકાંડના પગલે શાળા, કોલેજો, કલાસીસો, કોમ્પલેક્ષો સહિતના સ્થળો પર ફાયર સિસ્ટમ અને ફાયર NOC ની છે કે કેમ તેની વિગતો તાડબતોબ મગાવવાનું રાજય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.