આજરોજ 28/06/2024ને શુક્રવારે હિંમતનગર શહેરમાં મોતીપુરા અને કાંકણોલ કંપાની પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો - At This Time

આજરોજ 28/06/2024ને શુક્રવારે હિંમતનગર શહેરમાં મોતીપુરા અને કાંકણોલ કંપાની પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો


આજરોજ 28/06/2024ને શુક્રવારે હિંમતનગર શહેરમાં મોતીપુરા અને કાંકણોલ કંપાની પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
માનનીય ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા સાહેબે શાળા પ્રવેશોત્સવના હાજરી આપી. આ તબક્કે કનુભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, જિલ્લા મહામંત્રીશ્રી વિજયભાઈ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, શહેર ભાજપ પ્રમુખશ્રી વાસુદેવભાઈ રાવલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સવજીભાઈ ભાટીની પ્રોત્સાહક ઉપસ્થિત રહી. સૌએ બાળકોનો ઉત્સાહ વધારી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી યતિનબેન મોદી, લાયઝન અધિકારીશ્રી રતિલાલ ડાભી, દિલીપભાઈ પટેલ, હેતલબેન, સી.આર.સી ધર્મિષ્ઠાબેન અને મહામંત્રી રાજેન્દ્રસિંહ પઢિયાર તેમજ અન્ય મહાનુભાવો અને ગ્રામજનો હાજર રહ્યા.
આજે મોતીપુરા વિસ્તારની આંગણવાડીમાં 4, બાલવાટિકામાં 24, ધોરણ-1 મા 24, તેમજ કાંકનોલ કંપા વિસ્તારમાં આંગણવાડીમાં 2, બાલવાટિકામાં 7, ધોરણ-1 મા 17 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.
શાળાના તેજસ્વી તારલાઓને ઇનામ આપી બાળકોનું અભિવાદન કર્યું. 100% નામાંકન માટે સૌને આહ્વાન કર્યું. કોમ્પ્યુટર લેબનુ ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું.
અને વૃક્ષારોપણ પણ કર્યું

સાબરકાંઠા at this time news

રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.