રાજકોટ: રૂપલલના સાથે હોટેલમાં રંગરેલિયા મનાવી નીકળેલા યુવકને નકલી પોલીસ બની ધમકાવી 40 હજાર પડાવ્યા
રાજકોટ શહેરના મવડી ગામ પાસેના વિસ્તારમાં ફલેટમાં રહેતા 22 વર્ષીય યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશેનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એકસેસમાં આવેલા અલ્તાફ દિલાવરભાઈ ખેરડીયાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગત તા.20/7/2024 ના રાત્રીના 9 વાગ્યે કાર લઈને બસ સ્ટેન્ડ પાછળ ગયો હતો. ત્યારે અહીં એક યુવતી ઉભી હોય તે ઇશારા કરતા યુવાનને શરીર સુખ માણવાણી ઇચ્છા હોય જેથી યુવતીને પુછતા તેણે હોટલ સહિત રૂપિયા 1500 કહ્યા હતાં. જેથી યુવાન તેની સાથે બસસ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં ગયો હતો. જ્યાં યુવતી સાથે એકાંત માણ્યા બાદ હોટલથી બહાર નીકળી કાર લઈને જતો હતો. યુવાન કાર લઈને ભૂતખાના ચોક થઈ નાગરિક બેંક ચોક અને ત્યાથી સોરઠીયાવાડી સર્કલ પાસે 80 ફૂટ રોડ પર જતો હતો, ત્યારે રાત્રીના 10 વાગ્યા આસપાસ એકસેસ ચાલક તેની પાસે આવ્યો હતો અને કારના કાચ ઉતારવાનું કહેતા યુવાને કાચ ઉતારતા આ શખસે કહ્યું હતું કે, હું પોલીસવાળો છું અને ડી સ્ટાફમાં છું. હું તારો બસ સ્ટેન્ડથી પીછો કરૂ છું તે હોટલમાં છોકરી સાથે ખરાબ કામ કર્યું છે. જેથી પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી યુવાનની કારમાં બેસી જઈ તેને ભકિનગર સર્કલની સામે લઇ જઈ કહ્યું હતું કે, બોલ પોલીસ ચોકીએ જવુ છે કે અહીં વહીવટ પતાવવો છે. તેમ કહી યુવાન પાસે 1.50 લાખની માંગણી કરી હતી. યુવાન પાસે પૈસાની સગવડ ન થઈ શકે તેમ હોય અંતે 40 હજારની માંગણી કરી હતી. જેથી યુવાને 20 હજાર એટીએમ પરથી ઉપાડયા બાદ 20 હજાર ગુગલ પેથી આપ્યા હતાં.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.