વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ટેક ફોર્સ ગ્લોબલ ની સંયોગીતામાં દબદબા ભેર ઉજવાયો વી હેલ્પ ઉર્જા એવોર્ડ 2025 સીઝન 7 - At This Time

વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ટેક ફોર્સ ગ્લોબલ ની સંયોગીતામાં દબદબા ભેર ઉજવાયો વી હેલ્પ ઉર્જા એવોર્ડ 2025 સીઝન 7


વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ટેક ફોર્સ ગ્લોબલ ની સંયોગીતામાં દબદબા ભેર ઉજવાયો વી હેલ્પ ઉર્જા એવોર્ડ 2025 સીઝન 7

સતત બે દાયકાથી સમાજ સેવાના અવનવા કીર્તિમાનો સર્જતું વી હેલ્પ ફાઉન્ડેશન કે જેના પ્રોજેક્ટ વિદ્યા અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી ફૂલ સ્ક્રેપ ચોપડાઓ નું વિતરણ તેમજ કરિયર ગાઈડન્સ સેમિનારો

પ્રોજેક્ટ અન્નપૂર્ણા અંતર્ગત દિવ્યાંગો, દર્દીઓ, બાળકો, વૃદ્ધાશ્રમ માટે અવારનવાર ગરમાગરમ ભોજન ની વ્યવસ્થા, દિવાળીમાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગીય પરિવારોને અન્નપૂર્ણા કીટનું વિતરણ

નવરાત્રીમાં મા શક્તિની આરાધના કરતા ગરબા ના આયોજનો

પ્રોજેક્ટ મૈત્રી અંતર્ગત કેન્સર પીડિત બાળકો સાથે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી દ્વારા તેમના ચહેરાને સ્મિતથી ભરી દેવાનો નમ્ર પ્રયાસ

પ્રોજેક્ટ વાત્સલ્ય અંતર્ગત ઉનાળામાં જરૂરિયાતમંદ લોકોને ચંપલ વિતરણ, શિયાળામાં વસ્ત્રદાન અભિયાન દ્વારા ઠંડીમાં ઠુંઠવાતા ગરીબોને હુંફ આપવાનો ઉષ્માભર્યો પ્રયાસ, વિદ્યાર્થીઓને સ્વેટર અને જેકેટનું વિતરણ...

ગણતંત્ર અને પ્રજાસત્તાક દિવસે વિવિધ સંસ્થાઓમાં ધ્વજવંદન સાથે
નીત નવા સ્પર્ધાત્મક આયોજનો

શ્રીમતી બીજલ હરિઆ ની પરંપરા ડાન્સ એકેડેમી ની નૃત્ય આરાધકો દ્વારા નટરાજ કૌતુકમ ની પ્રાર્થના પૂર્ણ શુભ રજુઆત અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય એટલે જ વી હેલ્પ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ્સ ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન ની ભવ્ય શરૂઆત

સમાજની સાહસી, અલગ અલગ ક્ષેત્રોમાં પોતાના આપ બળે આગળ વધી રહેલી મહિલાઓને સન્માન તો મહોત્સવ એટલે વી હેલ્થ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ્સ. ધ પાવર ઓફ ઇન્સ્પીરેશન

ઉર્જા એવોર્ડના સાતમા સફળતમ સોપાનને ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને પદ્મશ્રી એવા શ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને ગાથા ગરવી ગુજરાતણોની દ્વારા જાણીતા બનેલા પ્રાધ્યાપીકા શ્રીમતી ફાલ્ગુની મંજુલા એ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી આશિર વચનો થી લાભાનવીત કર્યા.

આ પ્રસંગે દેશ અને દુનિયા નો જાણીતો અને માનીતો અવાજ બનેલી આરજે દેવકીને પોતાની આરજે અને થિયેટર ક્ષેત્રની સિદ્ધિઓ માટે વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા.

ખુશ્બુ પટેલ કે જેઓ સ્માર્ટ ટેક્સટાઇલ દ્વારા દેશના સૈનિકોની ઠંડીમાં રક્ષા કરવા માંગે છે તેઓને તેમના આ ઇનોવેટિવ સ્ટાર્ટ અપ માટે વી હેલ્પ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા

જે કે મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર અને સમાજસેવા ક્ષેત્રે આગવું નામ ધરાવતા જીયા શૈલેષ પરમાર ને બિઝનેસ ક્ષેત્રે પોતાની આગવી સફળતા માટે વી હેત ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા.

પોતાની ગાયકી થી દેશ-વિદેશમાં નામના મેળવનાર જાણીતા પાશ્વ ગાયિકા પાયલ વૈદ્યને તેમના મધુર કંઠ માટે વિહત ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા.

કલા જગતમાં ક્લાસિકલ ડાન્સ માટે જાણીતું નામ એટલે ભૈરવી હેમંત કોષીયા. તેઓશ્રીને પોતાની ડાન્સ ક્ષેત્રની ભવ્ય કારકિર્દી માટે વી હેલ્થ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ્સથી સન્માનિત કરાયા.

પિરિયડ ડ્રામા દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અભિનેત્રી, રાઇટર, ડિરેક્ટર જૈની શાહને તેમની સિદ્ધિઓ માટે વિ હેલ્પ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા

એવરેસ્ટ ગર્લ નિશા કુમારી કે જેઓ એવરેસ્ટ ઉપરાંત વૃક્ષારોપણના અભિયાન સાથે દેશ-વિદેશમાં સાયકલિંગ કરનાર નિશા કુમારી ને તેમની એડવેન્ચર્સ સિદ્ધિઓ માટે વી હેલ્થ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા

દેશ સેવા માટે પોતાની જિંદગી યાહોમ કરનાર કર્નલ કમલ પ્રીત ને તેમની સાહસ પૂર્ણા કારકિર્દી માટે વી હેલ્થ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા

દિવ્યાંગો માટે સતત કાર્યરત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જ્યોતિબેન શાહ ને તેમના દિવ્યાંગો માટેના અદભુત અને અભૂતપૂર્વ સમાજ સેવાના કાર્યો માટે વી હેલ્પ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા

ઉર્જા એવોર્ડના સંપૂર્ણ મહોત્સવને પોતાના એન્કરિંગ દ્વારા આગવી આભા પ્રદાન કરનાર સીએ સીએસ ભૂમિકા વિરાણીને પોતાની એન્કરિંગ પ્રતિભા માટે વી હેત ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરાયા

ખુશ્બુ સરોજ કે જેઓ ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે અને જેમના માતા બંગલામાં ઘરકામ, પિતા માળી કામ કરે છે અને આ પરિવારની દીકરી ઇન્ડિયા માટે ફૂટબોલ રમે છે... ખુશ્બુ સરોજ ને વિ હેલ્પ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા સાથે સાથે ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ પર ફૂટબોલ રમતી સરકારી શાળામાં ભણતી સામાન્ય પરિસ્થિતિ વાળી દીકરીઓને ઉર્જા મેડલથી સન્માનિત કરવામાં આવી.

અપકમિંગ ગુજરાતી મુવી જીજા સાલા જીજા ના કલાકારો ખુશ્બુ ત્રિવેદી, ક્રિના પાઠક, તુષાર સાધુ, કુશલ મિસ્ત્રી, રાગી જાની અને ડિરેક્ટર કૃપા સોની ની ઉર્જાપૂર્ણ ગરબા પ્રસ્તુતિએ વી હેલ્પ ફાઉન્ડેશન ઉર્જા એવોર્ડ ની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા

આ તબક્કે વિ હેલ્પ ફાઉન્ડેશન ને પણ પ્રોજેક્ટ વિદ્યા અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ચોપડા કે જેની બનાવટમાં વૃક્ષોનું છેદન થયું નથી એવા ચોપડાના વિતરણ માટે ગ્રીન સર્ટિફિકેટ સંસ્થાના વિઝનરી પ્રમુખશ્રી સચિન શાહ ને અર્પણ કરાયું હતું. કારોબારી સભ્યો શ્રીવિઝન રાવલ, શ્રી ધવલ શાહ, શ્રી સ્નેહલ શાહ, શ્રી જૈમીન પટેલ અને ઉપસ્થિત સર્વ મહેમાનો આ ક્ષણના સાક્ષી બન્યા હતા

વિ હેલ્પ ફાઉન્ડેશનના શ્રી ધવલ શાહે ઉપસ્થિત સર્વ મહેમાનો, એ એમ એ પરિવાર, સર્વે કાર્યકરો અને ઉર્જા એવોર્ડમાં સહભાગી નામી અનામી સર્વે મિત્રો શુભેચ્છકોનો આભાર પ્રગટ કર્યો હતો

વિ હેલ્પ ઉર્જા એવોર્ડની પરંપરા મુજબ પધારેલ મહિલાઓ માટે વિ હેલ્પ ઉર્જા એવોર્ડ મગ ની સુંદર અને રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી

સર્વે સાથે પ્રીતિ ભોજન લઈ ઉર્જા સફર આલિંગન સાથે છૂટા પડ્યા હતા

વિ હેલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી સચિનભાઈ શાહ દ્વારા આ ભવ્ય આયોજનમાં સહયોગી વી કેર ગ્રુપ, શ્રી ડેવલોપર્સ, શ્રી રંગ હોસ્પિટલ, પરંપરા એકેડેમી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, બ્રાન્ડ પાપા, મીડિયા હાઇવસ, સેતુ મીડિયા, ટ્રોફી પાર્ટનર વિશ્વકર્મા લેઝર ટેક, ફોટોગ્રાફી પાર્ટનર ડ્રોન બોટ તથા નામી અનામી સર્વે મિત્રો, શુભેચ્છકોનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

વિશાલ બગડીયા 9925839993


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image