R.S.S. DWARA RELI BAGASARA,D. AMRELI - At This Time

R.S.S. DWARA RELI BAGASARA,D. AMRELI


વિજયાદશમી ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન
બગસરા, તા. ૧૩-૧૦-૨૦૨૪: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બગસરા નગર/તાલુકા દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ ઉત્સવ નિમિત્તે સંઘનું શતાબ્દી વર્ષ પણ શરૂ થયું.

ઉત્સવના અવસરે આદ્યસરસંઘચાલક શ્રી ડોકટર સાહેબ દ્વારા ૧૯૨૫ની સાલમાં વિજ્યાદશમીના શુભ દિવસથી શાખાની શરૂઆત થઈ હતી તેની સ્મૃતિ તાજી કરવામાં આવી.

વિજયાદશમી ઉત્સવનું આયોજન બાળકેળવણી મંદિર, જનતા કન્યા વિદ્યાલય, બગસરા ખાતે સવારે ૮:૩૦ કલાકે કરવામાં આવ્યું હતું. ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા.

ઉત્સવમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવાના આ સ્વર્ણિમ અવસર નિમિતે સ્વયંસેવકોને પ્રેરણા આપવામાં આવી. ઉત્સવના અંતે ભવ્ય સંકલ્પ સેવા અને શાખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજુ બામટા (તાલુકા કાર્યવાહ) અને સિધ્ધાર્થ જોષી (નગર કાર્યવાહ)એ ઉત્સવની સફળતા બદલ સ્વયંસેવકોનો આભાર માન્યો.

- તસવીર તથા રિપોર્ટ "ટીમ હાર્દિક ચૌહાણ - બગસરા" એટ ધિસ ટાઈમ માટે


9909019025
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.