હાડ થીજવતો કાતિલ ઠંડો પવન ફૂંકાયો, ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી
રાજકોટમાં હવામાન પલટાને કારણે લોકોના આરોગ્ય પર પડી વિપરીત અસર
24 કલાકમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો, પવનની ઝડપ 7 કિ.મી. રહી
રાજકોટ શહેરમાં શનિવારે માવઠું પડ્યું હતું પણ તેને કારણે રવિવારે ઠંડા પવનોને કારણે માર્ચ માસમાં જાન્યુઆરી મહિના જેવી ઠંડી અનુભવાઈ હતી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતા 5 ડિગ્રી જેટલું ઓછું નોંધાયું છે. શનિવારે પણ મહત્તમ તાપમાન તે જ સ્તરે રહ્યું હતું જોકે શનિવારે ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હતું અને બપોરે માવઠું પડતા ઠંડા પવનો શરૂ થયા હતા. રવિવારે સવારે આ પવનો વધુ તીવ્ર બન્યા હતા તેથી રવિવારે ન્યૂનતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને માત્ર 13.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.