મંજુરી નહીં છતા હજારો કર્મચારીઓના ધામા - At This Time

મંજુરી નહીં છતા હજારો કર્મચારીઓના ધામા


ગાંધીનગરમાં વિધાનસભા સત્ર વચ્ચે જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી કર્મચારી મંડળ તથા મોરચા દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે સ્વિકારેલી માંગણીઓ હજુ સંતોષવામાં આવી નથી જેના પગલે કર્મચારીઓ વધુ રોષ જોવા મળ્યો હતો અને આજે ધરણાંની મંજુરી નહીં હોવા છતા ગાંધીનગરમાં હજ્જારો કર્મચારીઓ ઉમટી પડયા હતા.૧૦ હજારથી પણ વધુ કર્મચારીઓએ ગાંધીનગરમાં ધામા નાંખીને દેતા પોલીસ દોડતી થઇ ગઇ હતી આખરે શાંતિથી આ પ્રદર્શન પુર્ણ થઇ જતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.