ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમા૨ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી બનાવો રોકવા તેમજ ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ ક૨વા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પો.સ્ટે.ગુ.૨.નં ૧૧૯૯૩૦૦૪૨૩૦૭૦૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦ ૪૫૪ ૪૫૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ જેમાં ફરીયાદીના વાડીની ઓરડીનું તાળુ તોડી તેમાં ૨ાખેલ ૨૫ ગુણી એરંડા જે કી.ગ્રા ૧૦૦૦/-કી.રૂ ૬૦૦૦૦/-ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય જે ગુન્હો ડીટેકટ કરવા પ્રયત્નમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરના બોલેરો પીક અપ ડાલુ જેના ૨જી .નંબર જી.જે ૧૨ એ.વી ૬૮૬૩ વાળામાં સદર ગુનામાં ગયેલ એરંડા ભરીને મેઘ૫૨ થી ભચાઉ તરફ જઈ રહેલ છે જે બાતમી હકીકત આધારે લોધેશ્વ૨ ત્રણ રસ્તા પાસે વોચમાં હતા દરમ્યાન બાતમી હકીકત વાળુ બોલેરો પીક અપ ડાલુ આવતાં તેને હાથના ઈસા૨ા વડે ઉભું રખાવી ત્રણ આરોપીઓને પકડી પાડી પુછપરછ કરતાં સદર ગુનાની કબુલાત આપતા હોઈ મુદ્દામાલ કબ્જે કરી ગુન્હાનો ભેદ ઉકેલી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ગુન્હા નંબર તથા કલમ : ભચાઉ પો.સ્ટે.ગુ.૨.નં ૧૧૯૯૩૦૦૪૨૩૦૭૦૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૮૦ ૪૫૪ ૪૫૭ મુજબ
પડાયેલ આરોપી :- :- (૧) જયંતી પ્રભુ કોલી ઉ.વ ૨૭ ૨હે ભીમાસર ભુટકીયા તા.૨ા૫૨ (૨) ગોવિંદ ના૨ણ કોલી ઉ.વ ૨૨ રહે ડોલીયાસરી વિસ્તાર ભચાઉ (3) રણજીત પાંચા કોલી ઉ.વ ૨૩ રહે મેઘ૫૨ તા.ભચાઉ
પકડવાના બાકીઆરોપી :- (૪) હરેશ નારણ કોલી રહે કોલીયાસરી વિસ્તાર ભચાઉ (૫) વિનોદ ધીંગા કોલી રહે કોલીયાસરી વિસ્તાર ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) એરંડા ગુણી ૨૨ જે કી.ગ્રા. ૮૮૦ જે કી.રૂ ૫૨૮૦૦/- (૨) સદરહું ગુન્હામાં વપરાયેલ બોલેરો પીક અપ ડાલુ જેના રજી નં- જી.જે ૧૨ એ.વી ૬૮૬૩ જે કી.રૂ ૨૦૦૦૦૦/- કુલ કિ.રૂ:૨૫૨૮૦૦/-
ગુનાહીત ઇતિહાસ:- (૧)જયંતી પ્રભુ કોલી ઉ.વ ૨૭ રહે ભીમાસર ભુટકીયા તા.૨ા૫૨ વાળા વિરૂધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે ગુ.૨.નં ૧૧૧૮૯૦૦૫૨૩૧૭૯૫/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.મોરબી તાલુકા પો.સ્ટેમાં અલગ અલગ પો.સ્ટે વિસ્તારમાંથી ચોરી કરેલ મો.સા નંગ ૦૯ (નવ) કબ્જે કરેલ છે.
આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પો.સબ.ઇન્સ ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.