સોમનાથ મંદિરમાં કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ
ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે સાથે ધોમધગતો તડકો જાણે કે સૂર્ય આગ વરસાવી રહેલ છે. ત્યારે વેકેશનનો લાભ લેવા લોકો પર્યટનમાં તો નીકળે છે પરંતુ ગરમીને કારણે તેઓની મજા ફિકી થાય છે. પણ આ ઉનાળાના રણમાં શીતળતાની અમીવર્ષા થઈ રહી છે સોમનાથમાં...
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું મંદિર દેશ વિદેશના ભક્તો માટે પરમ દર્શનીય સ્થાન છે. સોમનાથ આવનારા ભક્તો જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરે છે ત્યારે સોમનાથ મહાદેવની દિવ્ય શાંતિની સાથે સાથે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ એલ સર્ક્યુલેશન વ્યવસ્થા ને કારણે અદ્વિતીય શીતળતા પણ પ્રાપ્ત કરે છે. સોમનાથ મંદિરના સ્થાપત્ય અને વિજ્ઞાનના દબાણના ભૌતિક નિયમોનો કુશળતા પૂર્વક ઉપયોગ કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ વડે સોમનાથ મંદિરનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર કરતાં સાત ડિગ્રી જેટલું નીચું લાવવામાં સફળતા મળી છે. સાથે જ મંદિરના તમામ નિકાસ દ્વાર પર એર કરટેન દ્વારા અંદરની હવા બહાર ન જાય અને શીતળ વાતાવરણ બન્યું રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શનમાં LIfE એટલે કે લાઈફ સ્ટાઈલ ફોર ઇન્વાયરમેન્ટ ની દિશામાં કામ કરે છે. સોમનાથ મંદિર એન્વાયરમેન્ટલ ડિસ્ચાર્જ પર 0 પર પહોંચ્યું છે. મંદિરની અંદર સામાન્ય એર કન્ડિશનર ઉપયોગ કરીને પણ ઠંડક મેળવી શકાય હોત, પરંતુ વાતાવરણની અંદર દૂષિત વાયુ છોડતા એર કન્ડિશનરનો ઉપયોગ ટાળીને સોમનાથ ટ્રસ્ટે યાત્રીઓને ઠંડક મળે પરંતુ પર્યાવરણનું રક્ષણ પણ થાય તે માટે ચિંતન કરીને કંપ્રેસ એર કુલીંગ સિસ્ટમ લગાવ્યું છે. જેનો લાભ આવનાર શ્રદ્ધાળુઓને મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.