સુરેન્દ્રનગર જીલ્લા ના થાનગઢ ગામ મા જંગલ વીડ વિસ્તારમાં કીડિયારું પૂરવાનું સેવાકાર્ય* - At This Time

સુરેન્દ્રનગર જીલ્લા ના થાનગઢ ગામ મા જંગલ વીડ વિસ્તારમાં કીડિયારું પૂરવાનું સેવાકાર્ય*


◼️ સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ મા જંગલ વીડ વિસ્તારમાં નવતર સેવાનો પ્રારંભ થયો હતો. આ સેવા એટલે કીડિયારું પૂરવું. કેટલાક સેવાર્થીઓ દ્વારા સુકા નાળિયેરમાં કીડીયારુ પૂરીને જંગલ વીડ વિસ્તારમાં બાંડિયા બેલી વીડ , જરીયા મહાદેવ વીડ ,ખોપવાળા ખોડિયાર વીડ તરણેતર , કીડીઓ માટે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. જીવદયા ગ્રુપ ના સ્તાપક દેવજીભાઈ ભગત દ્વારા છેલ્લા 15 વર્ષ થી આ સેવા નું કાર્ય કરવા મા આવે છે અને જીવદયા પ્રેમી તથા‌ થાનગઢ ના સેવાકીય જીવદયા પ્રેમી તથા સેવાકીય લોકો દ્વારા પવિત્ર ધામોમાંથી તથા થાનગઢ અનાજ કણિયારા ના વેપારી દ્વારા પાણી વગરના સુકાઈ ગયેલા ગડ ગાડીયા નાળિયેર ભેગા કરે છે. અને ધર્મપ્રેમી લોકો તરફથી સૂકા નાળિયેર, તેલ, ખાંડ, લોટ, ચોખુ ઘી વગેરે સામગ્રીનું દાન એકત્ર કરીને આ નાળિયેરમાં નાનો (હોલ) કાણું કરવા મા આવે છે. એ પછી તલ, બાજરો, ઘી અને ખાંડનું મોટા જથ્થામાં મિશ્રણ તૈયાર કરવા મા આવે છે અને તે મિશ્રણ કાણાંવાળા નાળિયેર મા ભરવા મા આવે છે અને સેવાભાવી દાતા તરફથી દાન મળતું હોવાથી દર વર્ષે ઉતરાણ ના દિવસે 5100 નાળીયેર ભરવા મા આવે છે અને આ‌ સુકા નાળિયેરમાં જંગલ વીડ વિસ્તારમાં કીડીઓ માટે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે, જેમાં 14/01/2024 ઉતરાણ નિમિત્તે સવાર માં વેલા 6 વાગે જંગલ વિસ્તાર માં નાળીયેર મૂકવા મા આવશે... "કીડીને કણ અને હાથીને મણ...." "કર્મનો સિદ્ધાંત" અનુસાર સદર સેવાયજ્ઞમાં સૌ લોકો હોંશેથી જોડાય છે અને તન મન ધનથી સાથ સહકાર આપે છે તેવા સર્વે લોકોને સેવાભાવી ને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આમ ને આમ અત્યાર સુધીમાં લગભગ ઘણા નાળિયેર ગામ શહેર કે જંગલોમાં નાંખવામાં આવ્યા છે. જેનાથી કીટકોની ભૂખ સંતોષાય છે.
આપની એક સેવા કીડી ઓ ને 6 મહિના નો ખોરાક અપાવશે... *પેહલા ની કેહંવત છે કે 1 નાળિયેર મા 1 લાખ માણસ જમે તેટલું પુણ્ય મળે છે તેવું માનવા મા આવે છે..*. જીવ માત્ર દયા ને પાત્ર. સીતારામ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.