સોમનાથના ધારાસભ્યએ અમદાવાદથી સોમનાથ વંદે માતરમ ટ્રેન શરૂ કરવા વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી
સોમનાથના ધારાસભ્યએ અમદાવાદથી સોમનાથ વંદે માતરમ ટ્રેન શરૂ કરવા વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી
સમગ્ર રાજય અને દેશભર તેમજ વિશ્વભર માંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ અને સાસણ ખાતે રોજ બરોજ આવતા હોય છે, જેથી અમદાવાદથી સોમનાથ ખાતે આવતા લોકો માટે વંદે માતરમ ટ્રેન શરૂ કરવામાં આવે તો વિશ્વભર માંથી સોમનાથ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તેમજ ગીર સાસણ ખાતે આવતા પ્રવાસીઓ સહેલાઇથી આવી શકે તેમ છે, તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે પણ ફાયદો થઇ શકે તેમ છે.જેથી વંદે માતરમ્ ટ્રેન શરૂ કરવા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.