લીલીયા તાલુકામાં કાયમી મામલતદાર ની નિમણુંક બાબત મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા વિપુલ દુધાત - At This Time

લીલીયા તાલુકામાં કાયમી મામલતદાર ની નિમણુંક બાબત મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા વિપુલ દુધાત


લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રી ને કાયમી મામલતદાર ની નિમણૂક આપવા બાબત પત્ર પાઠવ્યો જે પત્ર માં જણાવેલ કે અમરેલી જીલ્લાના લીલીયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મામલતદારશ્રીની જગ્યા ખાલી છે જેથી સરકારી અલગ અલગ કામમાં મામલતદારની જરૂરીયાત રહેતી હોય છે પરંતુ અન્ય તાલુકાના મામલતદારને ચાર્જ આપવાના કારણે તાલુકાના લોકો ખુબજ હેરાન પરેશાન થાય છે અને લીલીયા તાલુકામાં છેલ્લા ચાર વર્ષમાં ૬ થી ૭ જેટલા મામલતદારો વર્યમર્યાદાથી નિવૃત છે જે મહેસુલ વિભાગના અધિકારીઓ દ્રારા લીલીયા તાલુકાને અન્યાય કરવા ટુંકા સમયમાં નિવૃત થતા મામલતદારની જાણી જોઈને નિમણુંક આપવામાં આવે છે. જેથી લીલીયા તાલુકાના લોકોના હિતમાં લાંબી નોકરી બાકી હોય તેવા કર્તવ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ મામલતદાર ની નિમણુંક કરવા મુખ્યમંત્રી ને પત્ર પાઠવી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા માંગ કરવામા આવેલ છે તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image