કરડતા શ્વાનોની આક્રમકતા ઘટાડવા રિહેબ સેન્ટર, 25 દિવસથી દોઢ માસ રાખી ‘ફ્રેન્ડલી’ બનાવાઈ છે
મનપાને ફરિયાદ કરતાં જ શ્વાનોને પકડાય છે, શાંત થઈ જાય એટલે ફરી છોડાય છે
ગરમીમાં એકદમથી વધારો થતા શ્વાનો તાણ અનુભવે છે અને કરડે છે, હાલ મનપાના સેન્ટરમાં 9 શ્વાન કેદ
રાજકોટ શહેરમાં ડોગબાઈટના કિસ્સા વધી રહ્યા છે. આવી જ સ્થિતિ રાજ્યના અન્ય શહેરોમાં પણ છે. શ્વાનો કરડે છે તેમા અનેક કારણો આપવામાં આવ્યા છે ખાસ કરીને હાલ ગરમીમાં થયેલો અચાનક વધારો પણ ગણાયો છે. જોકે આવા આક્રમક શ્વાનોનું શું કરવું તે સમસ્યા લોકોને મૂંઝવી રહી છે ત્યારે રાજકોટમાં એક એવું રિહેબ સેન્ટર ચાલી રહ્યું છે જેને ડોગ ફ્રેન્ડલી સેન્ટર નામ અપાયું છે. આ સેન્ટરનું કામ લોકોને કરડતા આક્રમક શ્વાનોને રાખીને તેમને શાંત બનાવી ફરીથી મૂળ સ્થળે મૂકવાનું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.