શ્રી એસ કે શાહ એન્ડ શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા, ઈનોવેશન ક્લબ દ્વારા તાલીમ યોજાઈ.
આર્ટ્સ કોલેજ મોડાસાના ઈનોવેશન ક્લબ દ્વારા બે દિવસની પ્રબોધ લેવલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. માસ્ટર ટ્રેનર તરીકે મુંબઈ થી શ્રી અનુજ ગુરવ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કિટ્સ વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. તાલીમના પ્રારંભિક સેશન્સમા કોલેજના આચાર્ય ડૉ દીપકભાઈ જોષી, ડૉ. પિયુષભાઈ સિંહ, ડૉ ઈશ્વરભાઈ ચૌધરી અને ડૉ ભગુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ઈનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર ડૉ જે એસ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા ફિડબેક આપવામાં આવેલ હતાં. તાલીમની સફળતા બદલ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઇ.વિ.શાહ સાથે હોદ્દેદારશ્રીઓએ અને કૉલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
