અધિક શ્રાવણ માસ અને મોહરમ ના તહેવારને અનુલક્ષીને વડિયા પોલીસસ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક મળી - At This Time

અધિક શ્રાવણ માસ અને મોહરમ ના તહેવારને અનુલક્ષીને વડિયા પોલીસસ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક મળી


અધિક શ્રાવણ માસ અને મોહરમ ના તહેવારને અનુલક્ષીને વડિયા પોલીસસ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક મળી

પીએસઆઇ ડાંગર ના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક

હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

વડિયા

બિનસાંપ્રદાયિક ભારત દેશમાં દરેક જાતિ ધર્મના લોકો વસવાટ કરે છે અને પોતાના ધર્મના તહેવાર પણ પોતાની સંસ્કૃતિ મુજબ ઉજવે છે. હાલ હિન્દુ ધર્મના અધિક શ્રાવણમાસ ચાલુ છે જ્યારે મુસ્લિમ ધર્મના મહોરમ નો તહેવાર એક આવે છે. ત્યારે વડીયા વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાય અને બંને ધર્મના લોકો એક સાથે પોતાના ધર્મના તહેવાર શાંતિ પૂર્વક ઉજવે તેવા અને કોઇ અનિચ્છનીય ઘટના ના સર્જાય તેવા ઉદ્દેશથી વડીયા ના નવ નિયુક્ત પીએસઆઈ ડાંગર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી હતી જેમાં હિન્દુ મુસ્લિમ બને ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા રહ્યા જેમાં કાયદાની મર્યાદામાં રહી જે પોતાના તહેવાર ઉજવવા અને જાહેરનામા નો ચુસ્ત અમલ કરવા જણાવાયું હતું ને હળીમળી ને ભાઈચારાની ભાવનાથી બન્ને ધર્મના લોકોને પોતાના તહેવાર ઉજવવા અપીલ કરાઈ હતી. જેને બંને ધર્મ આગેવાનોએ આવકારી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.