RAJKOT : રાત્રીના 12 બાદ ધંધો કરવો કે નહીં? સ્પષ્ટતા કરો - At This Time

RAJKOT : રાત્રીના 12 બાદ ધંધો કરવો કે નહીં? સ્પષ્ટતા કરો


રાજકોટમાં રાત્રીના 12 વાગ્યા બાદ ધંધો કરવો કે નહીં? તે અંગે સ્પષ્ટતા કરવા અને પોલીસ દ્વારા ખાણી.. પીણીના વેપારીઓ સાથે જે અમાનવિય વર્તન કરવામાં આવે છે.
તે અંગે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે શહેર પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ હતું કે, ગુજરાતમાં વેપારીઓ રાત દિવસ મહેનત કરી ધંધા રોજગાર ચાલુ રાખી પોતાના ઘર પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે તે માટે રાજય સરકાર દ્વારા 24 કલાક હોટલ રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ખુલ્લા રાખવા છુટ આપવામાં આવી છે.
આ જ વાતને રાજયના પોલીસ વડા વિકાસ સહાયે પણ સ્પષ્ટતા પૂર્વક કહ્યું હતું કે, રાત્રીના સમયે ગુજરાતના નાગરિકો હરીફરી શકે ધંદા રોજગાર સારી રીતે ચલાવી શકે તેની જવાબદારી મારી પોતાની છે. આવા સમયે હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટમાં રાત્રીના સમયે 12 વાગ્યા પછી ધંધો નહીં કરી શકાય તેવી અફવાઓ થઈ રહી છે.
જોકે આ બાબતે કોઈ સ્પષ્ટતા ન હોવાથી વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે માટે આ બાબતે સ્પષ્ટતા કરવી. ઉલ્લેખનીય છે કે, કેટલીક જગ્યાએ એવી ફરીયાદો મળી છે કે કેટલાક પોલીસ કર્મીઓ રક્ષક બનવા બદલે ભક્ષક બની દાદાગીરી પૂર્વક વેપારીઓને પરેશાન કરી જબરદસ્તી ધંધો રોજગાર બંધ કરાવી રહ્યા છે અને તેમની ચીજવસ્તુઓને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે.
ગુનેગારો સામે કડક પગલા લેવા જ જોઈએ આ વાત સાથે સહમત છીએ પરંતુ નિર્દોષ લોકો સાથે અન્યાય ન થાય અને કાયદો વ્યવસ્થા સ્થિતિ સારી રીતે ચાલે તે જોવાની જવાબદારી પણ પોલીસની છે.
કેટલીક જગ્યાએ પોલીસતંત્ર ગુનેગારોના ગેરપ્રવૃતિના હાટડાઓ અટકાવવાના બદલે શહેરમાં ચા-પાણી, ખાણી-પીણીની હોટલો, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ પર દાદાગીરીપૂર્વક તેમના ધંધાઓ પર તોડફોડ કરી વાહનોમાં હવા કાઢવી, ફિલ્મી સ્ટાઈલથી પોલીસ વાન ચલાવી અસામાજીક તત્વ જેવું કૃત્ય કરવું અને ખોટી રીતે શાંતિથી ધંધો રોજગાર કરતા વેપારીઓને ત્રાસ આપી ધંધો રોજગાર બંધ કરાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
રાત્રીના સમયે જો ખાણી-પીણીની હોટલો અને ચા-પાનની દુકાનો બંધ કરાવાથી ગુનાખોરી થતી અટકતી હોય તો રાજકોટના વેપારીઓ નિયમનું પાલન કરી પોલીસને સહયોગ આપશે પરંતુ શરત કે નિયમો સૌ માટે સરખા હોવા જોઈએ તેમાં એકને ખોળ અને એકને ગોળ જેવી સ્થિતિ ન હોવી જોઈએ.
પોલીસ કમિશ્નર વિસ્તારમાં રાત્રીના સમયે ધંધો રોજગાર ચાલુ ન રાખવા બાબતે કોઈ સ્પષ્ટતા સાથે જાહેરનામુ પ્રસિધ્ધ થયેલ નથી છતા અમુક પોલીસ કર્મીઓ પોતાની મનસ્વીતા અપનાવી ચા નાસ્તાની લારીઓના વેપારીઓ પર રાગ દ્વેષ રાખી અમુક વિસ્તારના રોજગાર ધંધા બંધ કરાવે તો અમુક વિસ્તારના ચાલુ રખાવે છે. એટલું જ નહિ બાજુ બાજુમાં આવેલી દુકાનોમાં પણ ભેદભાવો કરવામાં આવે છે આ તો કેવો નિયમ?
જેનો સીધો મતલબ એ થાય તે રાતે અમુક ચાની હોટલો-રેસ્ટોરન્ટમાં તેઓની ભાગીદારી હોય જેથી તેઓને ફાયદો કરાવવા બીજાને બંધ કરાવવી અથવા તો વગ ધરાવતા વેપારીઓને ધંધામાં ફાયદો કરાવવા માટે આવી ગોળ-ખોળની નીતિ અપનાવતા હોય તે શરમજનક છે.
પોલીસની છબીને લાંછન લગાડે તેવા સામાન્ય લોકો પર ખોટી દબંગાઈ કરતા પોલીસ કર્મીઓના લીધે શહેરમાં વેપારીઓ અને રોજગાર સાથે સંકળાયેલા નાગરિકોની આર્થીક સ્થિતિ અને રોજગાર પર સીધી અસર કરે છે અને સાથે સાથે પોલીસ તંત્ર પ્રત્યે નાગરિકોના વિશ્ર્વાસને પણ તોડી નાખે છે.
કોંગ્રેસે જણાવેલ કે ,પોલીસ તંત્ર દ્વારા કોઈ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોય તો તે સરકારની નીતિ પ્રમાણે પધ્ધતિસર અમલમાં મૂકવામાં આવે જેથી શહેરીજનોને અને વેપારીઓને પૂર્વ ખ્યાલ આવે તો નિયમોને આધીન લોકો બહાર નીકળી શકે.
શહેરમાં ચોરી, લૂંટ, અસામાજીક તત્વો ખુલ્લેઆમ દારૂના નશામાં પજવણી, જુગાર અને હથિયાર સર્જીત ગેરકાયદેસર પ્રવૃતિઓ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસની નાઈટ પેટ્રોલીંગ અને ઓપરેશનલ સ્ટેટર્જી વધુ મજબૂત કરવી જોઈએ, નહીં કે રોજગાર ધંધાઓ બંધ કરાવવા જોઈએ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image