હિંમતનગરમાં મોતીપુરાથી બસ સ્ટેન્ડ સુધી, મોતીપુરાથી બાયપાસ રોડ, વિધાનગરીથી ગિરધરનગર થઈને બસ સ્ટેન્ડ સુધી ચારે તરફ ટ્રાફિક જામ - At This Time

હિંમતનગરમાં મોતીપુરાથી બસ સ્ટેન્ડ સુધી, મોતીપુરાથી બાયપાસ રોડ, વિધાનગરીથી ગિરધરનગર થઈને બસ સ્ટેન્ડ સુધી ચારે તરફ ટ્રાફિક જામ


હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર આજે સવારના સમયે એસટી બસમાં ખામી સર્જાતા ચારે તરફ પોણો કલાકથી ટ્રાફિક સર્જાયો હતો. હોર્નના અવાજ વચ્ચે બસના મુસાફરો પણ નીચે ઉતરી ટ્રાફિકમાંથી બસ બહાર કઢાવતા જોવા મળ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી એસટી બસ સ્ટેન્ડ સુધી, મોતીપુરાથી બાયપાસ રોડ પર અને વિધાનગરીથી ગિરધરનગર થઈને બસ સ્ટેન્ડ સુધી ચારે તરફ શનિવારે સવારે 10 કલાકથી ટ્રાફિક જામ થયો હતો. તેનું કારણ બસ સ્ટેન્ડ નજીક ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ ખોટકાઈ અને ચારે તરફ ટ્રાફિકની પરિસ્થિતિ જોવા મળી તો ટ્રાફિક દૂર કરવા માટે પોલીસનો અભાવ જોવા મળ્યો હતો.

બીજી તરફ વિધાનગરીથી ગિરધરનગર થઈને બસ સ્ટેન્ડ તરફ જવાના માર્ગ પર એસટી બસો સામસામે આવી ગઈ હતી. આ બસને ટ્રાફીકમાંથી બહાર નીકળવા માટે એક મહિલા ટ્રાફિકનું સંચાલન કરતા જોવા મળ્યા હતા. હિંમતનગરમાં ટ્રાફિકની સમસ્યા એ માથાનો દુખાવો બની ગઈ છે. ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો હું પહેલો નીકળી જાઉં તે લ્હાયમાં ટ્રાફિક વધુ જામ થતો હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ સાથે વાહનચાલકોએ પણ સમજણ કેળવવી જરૂરી છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય ત્યારે સહેલાઇથી બહાર નીકળી જઇ શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.