ઘણા સમયનો સળવળતો પ્રશ્ન... ગઢડા વોર્ડ નં 3 માં નગરપાલિકા દ્વારા ઓકળીની સફાઈ નો પ્રારંભ કરાયો - At This Time

ઘણા સમયનો સળવળતો પ્રશ્ન… ગઢડા વોર્ડ નં 3 માં નગરપાલિકા દ્વારા ઓકળીની સફાઈ નો પ્રારંભ કરાયો


બોટાદના ગઢડા નગરપાલિકા દ્વારા આજ રોજ બોટાદ રોડ વિસ્તાર પર આવેલી ઓકળી માંથી ગટરયુક્ત પાણીની અને કચરાની સફાઈ ની કામગીરી નો પ્રારંભ કરાયો હતો.આ અંગે ગઢડા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલે જણાવ્યું કે ગઢડા શહેરના વોર્ડ નંબર ત્રણમાં ઈરફાનભાઇ ખીમાણી ના વે બ્રિજ થી પાણીના સંપ સુધીની વોકળીની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારબાદ ભડલીના ઝાપે આવેલ વોકલી ની પણ સાફ-સફાઈ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી આ અંગેની નગરજનોને તકલીફ હતી. તે અંગેની અવારનવાર રજૂઆત પણ કરવામાં આવતી હતી પરંતુ અમે સત્તા ઉપર આવ્યા બાદ તુરંત જ તેનું અમલ કરી સાફ-સફાઈની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. વોકલીની બંને સાઈડ સ્લોપ કરી બાંધી દેવામાં આવશે. અંદાજિત ચાર થી પાંચ દિવસના સમયગાળા દરમિયાન આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ સ્લોપ બાંધવાની કામગીરી શરૂ કરવામા આવશે. પાવન રેસીડેન્સી બાજુ પણ દિવાલ બાંધવામાં આવશે તેવું નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું.

આ અંગે ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચાએ જણાવ્યું કે અમે જ્યારે ગઢડા નગરપાલિકા ચૂંટણી અનુલક્ષી જ્યારે પ્રચારમાં નીકળ્યા ત્યારે જે વિસ્તારમાં જે કંઈ પ્રશ્ન હતા ત્યાં એક યાદી તૈયાર કરવામાં આવી છે. અને તે યાદીને લઈ આજે ગઢડા નગરપાલિકાની અંદર બોડી બેસાડ્યા પછી કામના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. જેનું પ્રથમ કામ બોટાદ રોડ ઉપર આવેલ વોકલી જ્યાં ગટરનું પાણી પસાર થાય છે. અગાઉ ગટરના પાણીના કારણે રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ થતો હતો. જેથી કરીને આ ઉપદ્રવ બંધ થાય તે માટે ગઢડા નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, અને ઉપ-પ્રમુખના ધ્યાને એ દોર્યું કે આ પ્રશ્નનો ઝડપથી નિરાકરણ કરવું જોઈએ. જેથી કરીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ ભડલી ના ઝાપે આવેલ વોકલીની પણ સાફ-સફાઈ કરવામાં આવશે. આ કામગીરીમાં ગઢડા નગરપાલિકા પ્રમુખ હિતેષભાઇ પટેલ,શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા,ઘનશ્યામભાઈ ડવ, હમીરભાઇ લાવડીયા, સુરેશભાઈ ડવ, અશોકભાઈ ડેરવાળિયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image