અરવલ્લીની ધરતી ઉપર ઉગાડ્યું અત્તર. - At This Time

અરવલ્લીની ધરતી ઉપર ઉગાડ્યું અત્તર.


અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ખેડૂત અનિલભાઈ પટેલે કરી જિરેનિયમ સુગંધિત છોડની ખેતી.

જિરેનિયમની ખેતી મોટાભાગે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે.પરંતુ અરવલ્લીમાં તેની થઈ રહી છે ખેતી.
અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જિરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.અનિલભાઈ જણાવે છે ;તેઓ સતત અનેક નર્સરીઓમાં મુલાકાત લેતા હતા અને પૂનામાં નર્સરીની મુલાકાત લેતા તેમને જિરેનિયમ છોડ વિશે માહિતી મળી અને તેને અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી ત્યારબાદ ૩ વીઘામાં જિરેનિયમ છોડ વાવ્યા છે. અને તેમાંથી સુગંધિત ત્તરલ પ્રવાહી કાઢવામાં આવે છે.ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે. જેમાં ખેડૂતને મબલખ આવક મળે છે. અનિલભાઈ જણાવે છે કે,પ્રથમ વખત જિરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી છે. જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.

જિરેનિયમ એક સુગંધિત છોડ છે. આ છોડને ગરીબોનું ગુલાબ કહેવામાં આવે છે. જિરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે. જિરેનિયમના ફુલોથી તેલ કાઢી શકા છે. જે ઔષધીની સાથે અન્ય કામોમાં પણ આવે છે. જિરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે આનો ઉપયોગ એરોમાથેરાપી, સૌંદર્ય પ્રસાધન, સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે.જિરેનિયમ તેલ એક ઔષધીય છે. અલ્ઝાઈમર, તંત્રિકા વિકૃતિ અને વિકારોને રોકે છે. આ સાથે તે ખીલ, સોજો અને એક્જિમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ વધતી ઉંમરને પણ રોકે છે. આ સાથે માંસપેશિઓ અને ત્વચા, વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે.

જિરેનિયમની ખેતી મોટા ભાગે વિદેશમાં થાય છે. જિરેનિયમના છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘુ હોય છે. ભારતમાં આની કિંમત પ્રતિ લીટર લગભગ 12 હજારથી 20 હજાર સુધી હોય છે. સંશોધક વૈજ્ઞાનિક ડો. યોગેશભાઈ પવાર કહે છે કે જિરેનિયમની ખેતીથી વધારે ફાયદો લઈ શકાય છે અને સરકાર પણ ખેતી માટે સબસિટી આપે છે. માર્કેટમાં આ તેલની વધારે ખપત છે જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે.
જો કોઈને આ ખેતી વિશે વધુ માહિતી જોઈતી હોય તો અનિલભાઈ પટેલ +91 90990 55854 નો સંપર્ક કરી શકે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.