શિવરાત્રી મેળામાં નગરમે જોગી આયા…. કિર્તીદાન ગઢવીની ભાવમય શિવ સ્તુતિએ શ્રોતાઓને ડોલાવ્યા
નગરમે જોગી આયા.... કિર્તીદાન ગઢવીની ભાવમય શિવ સ્તુતિએ શ્રોતાઓને ડોલાવ્યામહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શિવની ભાવમય પ્રસ્તુતિઓપ્રકૃતિ પર્યાવરણના જતન માટે યાત્રાધામ ગિરનાર - જૂનાગઢ લને પ્લાસ્ટિક મુક્ત રાખવા કલાકારોની પણ હાકલ: નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પણ સંદેશ આપવામાં આવ્યોજૂનાગઢ તા.૭ માર્ચ, ૨૦૨૪ (ગુરુવાર) ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોક ગાયક શ્રી કિર્તીદાન ગઢવીએ 'નગરમે જોગી આયા... ' જેવી શિવમય પ્રસ્તુતિઓ આપી શ્રોતાઓને ડોલાવ્યા હતા. આ સાથે કલાકાર શ્રી જીતુ દાદ, શ્રી અનુદાન ગઢવી અને શ્રી જગદીશ માહેરે લોકસાહિત્યની વાતો સાથે ભક્તિસભર પ્રસ્તુતિઓ કરી હતી. આ કલાકારોએ પ્રકૃતિ - પર્યાવરણના જતન માટે યાત્રાધામ ગિરનાર- જૂનાગઢ પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે પણ હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતીભવનાથ ખાતે પ્રકૃતિ ધામ સાંસ્કૃતિક કાર્યક્રમના પૂર્વે ગિરનાર-જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત રાખવા અને પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે પ્રેરિત કરતું લઘુ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એક વિડિયો ક્લિપના માધ્યમથી નાગરિકોને મતદાન અચૂક કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ન્યાયાધીશ શ્રી હેમંતકુમાર દવે, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર શ્રી જ્યોતિબેન વાછાણી,નિવાસી અધિક કલેકટર શ્રી એન. એફ. ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાડેજા, પ્રાંત અને મેળા અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા, અગ્રણી શ્રી યોગીભાઈ પઢિયાર, શ્રી મોહનભાઈ પરમાર સહિતના પદાધિકારીશ્રીઓ -અધિકારીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.