નવદુર્ગા નવયુવક મંડળ ઇલોલ થી પગપાળા અંબાજી માં અંબાના દર્શનાર્થે નીકળ્યો. - At This Time

નવદુર્ગા નવયુવક મંડળ ઇલોલ થી પગપાળા અંબાજી માં અંબાના દર્શનાર્થે નીકળ્યો.


નવદુર્ગા નવયુવક મંડળ ઇલોલ થી પગપાળા અંબાજી માં અંબાના દર્શનાર્થે નીકળ્યો.

ભાદરવા વદ અગિયારસ થી પૂનમ સુંધી પવિત્ર યાત્રા ધામ અંબાજીમાં માં અંબાના દર્શન કરવા લાખો ભક્તો પગપાળા જઈ રહ્યા છે ત્યારે હિંમતનગર તાલુકા ના ઇલોલ ગામના નવદુર્ગા નવયુવક મંડળ દ્વારા માં અંબાના દર્શન કરવા પગપાળા અંબાજી જવા માટે આજે સવારે ડી. જે. ના તાલ સાથે નવ યુવક મંડળ ના માઈ ભક્તો રવાના થયા.
આ નવદુર્ગા નવયુવક મંડળ પગપાળા સંઘ છેલ્લા આશરે 25 વર્ષથી માં અંબાના દર્શન કરવા માટે માતાજીનો રથ લઈને જાય છે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હોવાના કારણે માં અંબાના દર્શન કરવા જઈ શક્યા નહોતા પણ આ વર્ષે માતાજીની દયાથી મહામારી નહિવત હોવાને કારણે આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇલોલ નીચવા વિસ્તાર વણકર સમાજ ના તમામ બાળકો .યુવાનો વડીલો અને મહિલા સહિત માં અંબાના દર્શન કરવા માટે રવાના થયા

અહેવાલ
સાબરકાંઠા ચીફ બ્યુરો
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.