સુરત: લોનના હપ્તા ભરપાઇ નહીં કરી પડાવી લેનાર સીમાડાના કાર મેળા સંચાલક વિરૂધ્ધ ફરીયાદ
- ફોર્ચ્યુનર કાર લોનના બાકી હપ્તા ભરપાઇ કરી નામ ટ્રાન્સફર કરવાની શરતે આપી હતીઃ ત્રણ મહિનામાં લોન ભરપાઇ કરવાની બાંહેધરી આપી હતીસુરત, તા. 28 ઓગસ્ટ 2022 રવિવારસીમાડાના કાર મેળા સંચાલકે કતારગામના બિલ્ડરની ફોર્ચ્યુનર કાર ખરીદયા બાદ લોન ભરપાઇ નહીં કરવા ઉપરાંત કાર આજ દિન સુધી પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.કતારગામ-આંબાતલાવડી રોડની વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા બિલ્ડર જતીન ખીમજી કોશીયા (ઉ.વ. 42) એ પોતાની ફોર્ચ્યુનર કાર નં. જીજે-38 બીએ-8055 ઓક્ટોબર 2020 માં સીમાડા નાકા બીઆરટીએસ કેનાલ રોડ પર બાપા સીતારામ કાર મેળો ચલાવતા મિત્ર જયદીપ ધીરૂભાઇ મોરડીયા (રહે. ધર્મિષ્ઠા પાર્ક સોસાયટી, સીમાડા નાકા, નાના વરાછા) ને વેચવા આપી હતી. જેમાં કારની કિંમત રૂ. 24.11 લાખ નક્કી કરી હતી અને જયદીપે રૂ. 91 હજાર ટોકન પેટે આપ્યા હતા. જ્યારે બાકી નીકળતા રૂ. 23.20 લાખની લોન ત્રણ મહિનામાં ભરપાઇ કરી નામ ટ્રાન્સફર કરવાની જવાબદારી જયદીપે લીધી હતી. પરંતુ ત્રણ મહિના સુધી જયદીપે એક પણ હપ્તો નહીં ભરતા જતીનને શંકા ગઇ હતી અને પોતાની કાર પરત આપવા કહ્યું હતું. પરંતુ જયદીપે ત્રણેક હપ્તા ભર્યા બાદ પુનઃ હપ્તા ભરવાનું બંધ કરી દેતા જતીનનો સીબીએલ રીપોર્ટ ખરાબ થયો હતો. જેથી કાર લોનના 19 હપ્તા ભરપાઇ કરી બાકી હપ્તા પેટે કુલ રૂ. 14.45 લાખ ભરપાઇ નહીં કરવા ઉપરાંત કાર પરત નહીં આપી છેતરપિંડી કરનાર જયદીપ વિરૂધ્ધ ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.