ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તથા તા.પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ના અધ્યક્ષ સ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયો.
ગરબાડા : દાહોદ જિલ્લામાં ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાક મૂલ્ય વૃધ્ધિ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગરબાડા ધારાસભ્યમહેન્દ્રભાઈ ભાભોરના અધ્યક્ષ સ્થાને ગરબાડા ખાતે આવેલ માધ્યમિક શાળા ખાતે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ કૃષિ વૈજ્ઞાનિકોએ રવિ પાકો વિશે વૈજ્ઞાનિક પદ્ધતિનું માર્ગદર્શન અને જાણકારી આપી હતી. ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિશેની પણ જાણકારી આપવામાં આવી હતી. એ સાથે ઉપસ્થિત રહેલા પ્રાકૃતિક ખેતી અપનાવતા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછીના પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોના વિતરણ કરીને ત્યાં કરવામાં આવેલ ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ અને બાગાયતી વિભાગ દ્વારા પ્રદર્શન અર્થે રાખવામાં આવેલ વિવિધ સ્ટોલોની મુલાકાત લેવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઇ જાદવ સહિત અન્ય મહાનુભાવો તેમજ નાયબ બાગાયત નિયામક એચ. બી. પારેખ, મામલતદાર ગરબાડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગરબાડા આર. એફ. ઓ., વિસ્તરણ ખેતી અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.