કાયદાવિંદ કોટડીયા ની અધ્યક્ષતા રેવન્યુ શિબિર યોજાય ખેડૂત પોતે જ પોતા નો વકીલ રેવન્યુ ના જાણકાર બની શેઢા પાળા ના કજિયા ટાળો
કાયદાવિંદ કોટડીયા ની અધ્યક્ષતા રેવન્યુ શિબિર યોજાય ખેડૂત પોતે જ પોતા નો વકીલ રેવન્યુ ના જાણકાર બની શેઢા પાળા ના કજિયા ટાળો
રાજકોટ ખાતે રેવન્યુ ના સાચા રાહબર કાયદાવિંદ રમણીકભાઈ કોટડીયા અધ્યક્ષતા માં રેવન્યુ માર્ગદર્શન શિબિર યોજાય ગુજરાત માંથી અલગ અલગ વિસ્તારો માંથી ખેડૂતો પધાર્યા ભારતીય કિસાન સંઘ ના બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા વિનુભાઈ થોરીયા ના સેવા સંકલન થી ખેડૂત મિત્રો રામવન ના પટાંગણમાં ઇસ્ટદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ ના મોટાભાઈ ભગવાન શ્રીબલરામ છબી આપી એડવોકેટ કોટડીયા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.રાજકોટ આજીડેમ પાસે રામવન એડવોક્ટ રમણીકભાઈ કોટડીયા ની વાડી ખેડૂત સેમીનાર-ર.નું આયોજન તા.૦૮ અને ૦૯ માર્ચ ૨૦૨૫ બે દિવસીય રેવન્યુ શિબિર અદભુત આયોજન કરાયું ખેડૂતો ને ખેતીના કાયદા થી અવગત કરતા કોટડીયા એ જણાવ્યું હતું કે ખેડૂત તમે જ તમારા વકીલ બનો અને રેવન્યુ ના લગતા પ્રશ્નો ટીપ્પણ, સતાના પ્રકારમાં ફેરફાર કબજો ફેરફાર, ક્ષેત્રફળ ફેરફાર, નકશાની આકૃતિ માં ફેરફાર, અન્ય ફેરફાર તેમજ ટુકડા ધારા માટેની માહિતી તેમજ રેવન્યુ રસ્તા ના પ્રશ્નો, પાણીના પ્રશ્નો તેમજ ખેડૂતોની વારસાઇ પ્રશ્નો પ્રામાણિકપણેખરી નિષ્ઠાપૂર્વક માહિતી આપી અને ખેડૂત પોતે જાતે ફોર્મ ભરતા શીખે એવા જગતના તાત ખેડૂતો ને ખરી માહિતી આપવામાં આવી. અને આ પ્રસંગે ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખે સરકારને સંબોધીને જણાવ્યું હતું કે સરકારી સર્વેયર દ્વારા ખેડૂતો ફી ભરીને માપણી કરાવે છે પણ માપણીમાં હાલ આધુનિક સેટેલાઇટ પ્રમાણે સુક્ષમ માં સુક્ષ્મ માપ બતાવે છે. પણ અગાઉ ૧૯૫૩ની આજુબાજુ સરકાર અને અધિકારીઓ દ્વારા ખેતરનું માપ ટીપ્પણ દ્વારા બતાવેલ છે તેમની કામગીરી બિરદાવેલ પણ હાલ સરકાર અને સર્વેયર દ્વારા સેટેલાઇટ પ્રમાણે સુક્ષમ માપ બતાવી બે માપ વચ્ચે પરફેક્ટ માપ બતાવતા નથી. ખરેખર સરકાર દ્વારા પોજેટીવ વિચાર અપનાવી માપણી સીટમાં બે-ખૂંટા
(દડી) વચ્ચે પરફેક્ટ માપ હાલની નવી માપણી સીટમાં પરફેક્ટ માપ લખે તો જગતના તાત એવા ખેડૂતોને ખેતી પ્રધાન દેશ ભારતમાં કજીયા શેઢા પાળાના ઓછા થાય એમ જણાવ્યું હતું.અને ગુજરાત તમામ ખેડૂત મિત્રોએ પણ સપોટ માહિતી આપી જણાવ્યું હતું કે સરકાર અને ડીએલઆઇઆર દ્વારા પરફેક્ટ માપ ને પ્રથમ પ્રાધાન્ય આપે. અને સ્કેલ માપને બીજું સ્થાન આપે સહિત ખેડૂતો ને મુંઝવતા પ્રશ્ને સર્વ ને અવગત કર્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
