વિંછીયાનું દેવધરી ગામના લોકો પ્લોટ ફાળવણી માટે વલખાં મારી રહ્યું છે : શું આ ગામના લોકોના પ્રશ્નમાં ધારાસભ્ય કાર્યવહી હાથ ધરશે ?? - At This Time

વિંછીયાનું દેવધરી ગામના લોકો પ્લોટ ફાળવણી માટે વલખાં મારી રહ્યું છે : શું આ ગામના લોકોના પ્રશ્નમાં ધારાસભ્ય કાર્યવહી હાથ ધરશે ??


વિંછીયાનું દેવધરી ગામના લોકો પ્લોટ ફાળવણી માટે વલખાં મારી રહ્યું છે : શું આ ગામના લોકોના પ્રશ્નમાં ધારાસભ્ય કાર્યવહી હાથ ધરશે ??

રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભા તાલુકાનું દેવધરી ગામ આવેલું છે દેવધરી ગામમાં 3000 જેટલી વસ્તી દેવધરી ગામ ધરાવે છે આ ગામની અંદર તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો રહે છે પરંતુ દેવધરી ગામના લોકોએ ગરીબી હેઠળ જીવતા મકાન વિહોણા પરિવારોએ પોતાનું ઘર બનાવવા માટે ૧૦૦ જેટલા પરિવારોએ પ્લોટની માંગણી કરેલી છે ઘણા જ વર્ષોથી માંગણી કરવા છતાં દેવધરી ગામમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારજનોને મામલતદાર શ્રી દ્વારા અને સરકારશ્રી દ્વારા દેવધરી ગામમાં અતિ ગરીબ વર્ગના લોકોને સરકારી ખરાબાની જમીન ઉપર પ્લોટ નહીં ફાળવીને મામલેદાર શ્રી અને સરકાર અને જિલ્લા કલેક્ટર શ્રી અન્યાય કરી રહ્યા છે. તેવું દેવધરી ગામના લોકો દાવો કરે છે. દેવધરી ગામના 100 જેટલા પરિવારજનોએ પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પ્લોટની માંગણી કરેલી છે ત્યારે દેવધરી ગામમાં રહેતા ગરીબ લોકોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવતી નથી. જસદણ વિધાનસભા ના મામલતદાર સમક્ષ અનેક વાર લેખિતમાં રજૂઆત ફાળવવા બાબતની રજૂઆત અરજદાર દ્વારા માગણી કરવામાં આવેલી છે આ માગણીને મામલતદાર શ્રી દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી અને સરકારી ખરાબ ની જમીન ઉપર 40 પરિવારોને પ્લોટ ફાળવવામાં આવતા નથી જેથી કરીને દેવધરી ગામના 100 જેટલા પરિવારો સામે અન્યાય થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ વિધાનસભાના દેવધરી ગામમા અતિ ગરીબ ઘણા જ વર્ષોથી પ્લોટ ફાળવવાની માંગણી કરી રહ્યા છે. આ બાબતે મુખ્યમંત્રી સુધી ઉચ્ચકક્ષા સુધી મકાન બનાવવા માટે પ્લોટ ફાળવણીની માંગણી કરાઇ છે. જસદણ વીંછિયાના દેવધરી ગામના અતિ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારજનોને મામલતદાર દ્વારા પ્લોટની ફાળવણી કરવામાં નહીં આવે તો દેવધરી ગામના પ્રજાજનો સરકાર સામે અને મામલતદાર સામે ગાંધી ચિંધ્યા માંર્ગે આંદોલન કરશે તેવી દેવધરી ગામના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોએ વીંછિયા મામલતદારને અરજી કરીને રજૂઆત કરી પ્લોટની માંગણી કરાઇ છે. દેવધરી ગામ જસદણ વીંછિયા માં આવતું હોવાથી અહીંના ધારા સભ્ય કુંવરજી બાવળિયા પણ આ બાબતે ધ્યાન દોરશે કે આ બાબતે લોકોને ન્યાય અપાવશે કે નહિ તે જોવાનું રહ્યું ?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.