બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અન્વયે ખેડૂતોને સાવચેત રહેવા જોગ
બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી અન્વયે ખેડૂતોને સાવચેત રહેવા જોગ
ખરીદકેન્દ્રો ખાતે ખુલ્લામાં પડેલા જથ્થાને સલામત સ્થળે ઢાંકીને કે ગોડાઉનમાં રાખવા વેપારીઓને અનુરોધ
આગામી ત્રણથી ચાર દિવસ બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના હોવાથી ખેડૂતોને સાવચેત રહેવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા જણાવાયું છે. ખેતરમાં તૈયાર થયેલો પાક ઉતારી યોગ્ય વ્યવસ્થા કરવા, APMC તથા અન્ય ખરીદકેન્દ્રો ખાતે લઇ જવાતી જણસને ઢાંકીને લઇ જવા સૂચના અપાઈ છે. સાથોસાથ ખરીદકેન્દ્રો ખાતે પણ ખુલ્લામાં પડેલા જથ્થાને સલામત સ્થળે ઢાંકીને કે ગોડાઉનમાં રાખવા વેપારીઓને અનુરોધ કરાયો છે. કમોસમી વરસાદની આગાહીના દિવસો દરમિયાન શિયાળુ પાકોમાં પિયત આપવાનું ટાળવા તેમજ ખુલ્લામાં રાખેલી જણસીને યોગ્ય જગ્યાએ રાખવા અથવા તાડપત્રી કે અન્ય વસ્તુથી ઢાંકીને રાખવા સૂચન કરાયું છે. તથા ખેતી ઇનપુટ દવા, ખાતરનો જથ્થો સુરક્ષિત સ્થળે ગોડાઉનમાં રાખવા સહિતના પગલાં લેવા બોટાદ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.