અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મના રિપેરીંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનોનું પરિચાલન સાબરમતી અને મણિનગર સ્ટેશનેથી થશે. - At This Time

અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મના રિપેરીંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનોનું પરિચાલન સાબરમતી અને મણિનગર સ્ટેશનેથી થશે.


પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર પ્લેટફોર્મ રિપેરિંગના કાર્યને કારણે કેટલીક ટ્રેનોનું અમદાવાદ ના બદલે સાબરમતી અને મણિનગર સ્ટેશનેથી પરિચાલન થઈ રહ્યું છે જેની વિગતો નીચે મુજબ છે,

શોર્ટ ઓરીજીનેટ ટ્રેનો :-

1. તા.26.09.2022 થી 29.09.2022 સુધી ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ મણિનગર સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (રવાના) થશે,

2. તા.26.09.2022 થી 29.09.2022 સુધી ટ્રેન નં. 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન (રાણીપ/જેલ બાજુ)થી શોર્ટ ઓરીજીનેટ (રવાના) થશે,

શોર્ટ ટર્મિનેટ ટ્રેનો

1. તા.26.09.2022 થી 29.09.2022 સુધી ટ્રેન નંબર 22958 વેરાવળ- અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન (રાણીપ/જેલ બાજુ) પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે,

2. તા.26.09.2022 થી 29.09.2022 સુધી ટ્રેન નંબર 19035 વડોદરા- અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ મણિનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે,

રેલવે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના પરિચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www. enquiry.indianrail. gov.in ની મુલાકાત લો જેથી કોઈ અસુવિધા ન થાય.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.