બોટાદ જિલ્લાની રોહિશાળા કે.વ.પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાર જાગૃતિ અંતર્ગત રેલી યોજાઈ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લામાં ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેકટરશ્રી બી.એ. શાહના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે રોહીશાળા કે.વ. શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં "મતદાન અવશ્ય કરીએ", "ચૂંટણી આવી મતદાન લાવી", "મતદાન એ માત્ર આપણો અધિકાર નહિ પણ નૈતિક ફરજ છે" સહિતના પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ ગામમાં રેલી દ્વારા ગામ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.