સાયલાના ધજાળા ગામની પંચાળ સીમમાં દોઢ મહિનાના નીલગાયના બીમાર બચ્ચાને બચાવ્યું. - At This Time

સાયલાના ધજાળા ગામની પંચાળ સીમમાં દોઢ મહિનાના નીલગાયના બીમાર બચ્ચાને બચાવ્યું.


સાયલાના પત્રકારની ઉમદા સેવાકીય પ્રવુર્તિ

સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નીલયાગ(રોજ) વસવાટ કરે છે.સાયલા તાલુકાના ધજાળા ગામની સીમ વિસ્તાર પંચાળમાં એક જાગૃત ખેડૂત અજય બોલણીયાને એક-દોઢ મહિનાનું નાનું બીમાર રોજનું બચ્ચું જોવા મળતા જેને પગના ભાગે લોહી નીકળેલ અને ચાલી ન શકે તેવી પરિસ્થિતિ માં કુતરાઓ પાસેથી બચાવ્યું ત્યારબાદ સાયલાના પત્રકાર કિરીટભાઈને કોલ કરેલ નીલગાય( રોજ)નું બચ્ચું ચાલી શકતું નથી કુતરા મારી નાખે તેવી હાલતમાં છે.પત્રકાર કિરીટભાઈ ખવડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાયલા વનવિભાગના અધિકારી મહિપતસિંહ ને કોલ કરી જાણકારી આપી .બાદ સાયલા વનકર્મી લાભુભાઈ તેમજ જીલુભાઈ ત્યાં પહોંચી સુરક્ષિત સ્થળે ખસેડી પ્રાઇવેટ વાહન મારફત સાયલા ખાતે પહોંચાડી તાત્કાલિક સારવાર કરી વન્ય વિભાગને સોંપી નીલગાય નો જીવ બચાવ્યો. સાયલાના પત્રકાર કિરીટભાઈ ખવડ તેમજ જાગૃત નાગરિક અજય બોલણીયા દ્વારા રોજના બચ્ચાને સાયલા પાંજરાપોળ ખાતે ખસેડવાનું ઉત્તમ સેવાકાર્ય કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon