અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગીરસોમનાથ જીલ્લાના પ્રમુખ મિતેષ પરમારનો જન્મ દિવસ - At This Time

અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગીરસોમનાથ જીલ્લાના પ્રમુખ મિતેષ પરમારનો જન્મ દિવસ


અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગીરસોમનાથ જીલ્લાના પ્રમુખ મિતેષ પરમારનો જન્મ દિવસ

પત્રકારીત્વ ક્ષેત્રમાં છેલ્લા 15 વર્ષથી સંકળાયેલ મિતેષભાઇ પરમારનો જન્મ ૨૦-૭ -૧૯૮૨માં થયો હતો. ગ્રેજયુએશન પુરુ કર્યા બાદ ૩ વર્ષ સુધી પિતાનો વ્યવસાય સંભાળેલ અને ત્યારબાદ પત્રકાર ક્ષેત્રમા ઝંપલાવેલ હતુ. પ્રિન્ટ મિડીયાથી પત્રકારત્વ ની શરુઆત કરી અને ૫ વર્ષ સુધી સોમનાથ -વેરાવળ પત્રકાર સંઘના પ્રમુખ મિતેષ સેવા આપી લોકો ના પ્રશ્નનોને વાચા આપતા રહ્યા.

પ્રીન્ટ મિડીયામાં સૌ પ્રથમ કેસરી દૈનિકથી શરુઆત કરી અને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ મિડીયામા આજે GTPL ની નિર્માણ ન્યૂઝ અને ગુજરાત ન્યૂઝ ચેનલના જીલ્લા રીપોર્ટર તરીકે તેમજ કેસરી દૈનિક, સૌરાષ્ટ્ર આજતક દૈનીકમાં ફરજ નિભાવે છે. વેરાવળ ગુર્જર ક્ષત્રિય સમાજ ના પ્રમુખ તરીકે પણ ૫ વર્ષ સેવા આપી સમાજની નવી જગ્યા લઈ સમાજને અર્પણ કરી ત્યાર બાદ સમયની વ્યસ્તતાને કારણે સમાજના પ્રમુખમાંથી રાજીનામુ આપી દીધેલ. પરંતુ સમાજ ના ટ્રસ્ટી તરીકે હાલ કાર્યરત છે.

તાજેતરમાં જ પત્રકારો માટેનું ભારતનું પ્રથમ અને દિલ્હીથી રજિસ્ટ્રેશન થયેલ સંગઠન અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS ) માં ગીર સોમનાથ જીલ્લા ના પ્રમુખ તરીકે તેમની સર્વાનુમતે વરણી થયેલ અને સેવા આપી રહેલ છે .આમ પ્રિન્ટ મિડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલ છેલ્લા દોઢ દાયકાથી લોકો ની વચ્ચે રહી લોકો ના પ્રશ્નનોને કાયમી વાચા આપતા રહ્યા છે. ગીર સોમનાથ જીલ્લા માં કોઇ પણ પ્રતિષ્ઠિત વ્યકિત, રાજકીય, સામાજીક વ્યકિતઓની મુલાકાત લેવાનુ કદી ચૂકતા નથી. પિતા સ્વ.મનસુખભાઇ પરમારના સંસ્કારો થકી સિંચાઈ પામીને પરીવાર, મિત્ર મંડળ , પત્રકારો, સહકારી તંત્ર, પોલીસ તંત્ર, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહીતમાં ભારે લોકચાહના મેળવી છે.

આમ સામાજિક અને પત્રકારીત્વ ક્ષેત્રે મોટુ નામ ધરાવતા મિતેષ પરમારના જન્મ દિવસ પર તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૪ ૯૮૪૭૧ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.