ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે કલેકટરના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે કલેકટરના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ


ગીરગઢડાના ધોકડવા ગામે જીલ્લા કલેકટરની અધ્યક્ષામા ગ્રામસભા યોજાઈ તેમજ ધોકડવા નવી બે આંગણવાડીનું ધારાસભ્ય કે સી રાઠોડ દ્વારા લોકાર્પણ કરાયું.

ગીરગઢડાના ધોકડવા ગામે જીલ્લા કલેકટરની અધ્યક્ષામા ગ્રામસભા યોજવામાં આવી હતી.  તેમજ ધોકડવામાં બનાવવામાં આવેલી નવી બે આંગણવાડીનું લોકાર્પણ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો, ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

ધોકડવા ગામે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજવામાં આવી હતી. તેમજ ધોકડવા ગામે બનાવેલ નવી બે આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને આંગણવાડી કેન્દ્ર નંબર 2 આ બન્ને આંગણવાડીનું લોકાર્પણ ઉનાના લોકપ્રિય ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના વરદ હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જીલ્લા કલેકટર  દિગ્વિજયસિંહ જાડેજા, જીલ્લા વિકાસ અધિકારી સ્નેહલબેન ભાપકર, પ્રાંત અધિકારી સી.પી. હિરવાણીયા, જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, ગીરગઢડા મામલતદાર જી.કે. વાળા, તાલુકા વિકાસ અધિકારી આર.એમ.ત્રિવેદી, તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન સાંખટ, ઉપપ્રમુખ દિવાળીબેન કિડેચા, ધોકડવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ કાંતિભાઈ માળવી સહિત અલગ અલગ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.