દહેગામ તાલુકામાં ખનીજચોરો તેમજ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. - At This Time

દહેગામ તાલુકામાં ખનીજચોરો તેમજ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.


દહેગામ તાલુકામાં ભૂમાફિયાઓ ખનીજ સંપત્તિનું ગુપ્તરાહે ધૂમ વેચાણ જેવા અનેક પ્રશ્નો માટે નાગરિક અધિકાર પરીષદના હોદ્દેદારો એ કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું.

ગાંધી નગર જીલ્લા ના દહેગામ તાલુકામાં જમીન ભૂમાફિયાઓ ખનીજ સંપત્તિનું ગુપ્તરાહે ધૂમ વેચાણ કરી રહ્યાં છે. મેશ્વો નદી સાહેબજીના મુવાડા થી માસંગ દોડ અને ખાખરા થી લઇ નાગજી નાં મુવાડા લિહોડા વેલપુરા સુધી નદી ને મોટી મોટી ખાનો માં પરિવર્તન કરી નાખ્યું.ગાંધીનગર જિલ્લામાં અને દહેગામ શહેર - તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાં સમયથી અટવાયેલા પડતર પ્રશ્નો અંગે નગરજનોએ અને દહેગામ તાલુકાનાં કડાદરા ગામનાં તળાવની ખનિજ સંપત્તિ નિતી નિયમોને નેવે મૂકી સરેઆમ ખનન થવા અંગે જવાબદાર અધિકારીઓને વેચાણ થવા અંગે અનેકવાર જાણ કરવા છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું તેમજ વડોદરાના પાટિયાનું પીકપ સ્ટેન્ડ કેટલાય વર્ષોથી બિસ્માર હાલત પડી રહેલ પીકપ સ્ટેન્ડ બનાવવા મુદ્દે જવાબદાર તંત્રને મોખિક અને લેખિતમાં ઉગ્ર રજૂઆતો કરવા છતાં તંત્ર ગહેરી નિદ્રામાં પોઢી રહેતાં ગાંધીનગર જિલ્લા અને દહેગામ તાલુકા નાગરિક અધિકાર પરીષદના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે એકઠા થઇ તંત્ર વિરૂધ્ધ નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી. જિલ્લા અધિક કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવીને પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. કે જો સરકારી તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો ગાંધીનગર જિલ્લા નાગરિક અધિકાર પરીષદનાં હોદ્દેદારો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે. તેની તમામ જવાબદારી જિલ્લા તંત્રની અને જિલ્લા શાસનકર્તાઓની રહેશે. તેવી ચિમકી દહેગામ તાલુકા અને જિલ્લા નાગરિક અધિકાર પરીષદના હોદ્દેદારોએ ઉચ્ચારી હતી.

*રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ.*


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image