મુખ્તાર અંસારી સામે આરોપો નિર્ધારિત થયા, 29 ઓગષ્ટે આગામી સુનાવણી - At This Time

મુખ્તાર અંસારી સામે આરોપો નિર્ધારિત થયા, 29 ઓગષ્ટે આગામી સુનાવણી


લખનૌ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારયુપીના બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. લખનૌની એમપી-એમએલએ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી સામે બનાવટ, શત્રુ સંપત્તિ પર કબજો અને ગેરકાયદે બાંધકામના આરોપો નિર્ધારિત કરવામાં આવ્યા છે. હવે આ કેસની આગામી સુનાવણી 29 ઓગષ્ટના રોજ થશે. મંગળવારે વીડિયો કોન્ફરસિંગ દ્વારા મુખ્તાર અંસારીને હાજર કરવામાં આવ્યા હતા. હવે વ્યક્તિગત રૂપે હાજર થવા પર મુખ્તારના હસ્તાક્ષર કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ મામલે 27 ઓગષ્ટ 2020ના રોજ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં મુખ્તાર અને તેમના પુત્ર પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુખ્તાર આરોપ છે કે, તેમણે છેતરપિંડીથી શત્રુ સંપત્તિ પોતાના અને પુત્રના નામે કરાવી તેના પર ગેરકાયદેસર બાંધકામ કરાવ્યું હતું. આ મામલે આરોપથી મુક્તિની મુખ્તાર અંસારીની અરજી ફગાવી દેવામાં આવી હતી. શું છે સમગ્ર મામલોઆ મામલે 27 ઓગસ્ટ 2020 ના રોજ સ્થાનિક વિસ્તાર એકાઉન્ટન્ટ સુરજન લાલે હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જિયામાઉ વિસ્તારમાં કેટલીક જમીન પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા મોહમ્મદ વસીમના નામે નોંધાયેલી છે અને સરકારના રેવન્યુ રેકોર્ડમાં તેની જમીન દુશ્મનની મિલકત તરીકે નોંધાયેલી છે. FIR પ્રમાણે આ જમીનને અંસારી અને તેમના પુત્રએ નકલી દસ્તાવેજોની મદદથી પડાવી લીધી હતી અને સરકાર સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે અંસારી દ્વારા જામીન અરજી દાખલ કરતા દાવો કરવામાં આવ્યો હતો કે, તે નિર્દોષ છે અને રાજકીય દુશ્મનાવટના કારણે તેને આ મામલામાં ફસાવવામાં આવ્યો છે. આ જ મામલે મુખ્તાર અંસારી સાથે તેના પુત્રો ઉમર અંસારી અને અબ્બાસ અંસારી સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.