રાજકોટ મહાનગરપાલિકા શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ” ની ઉજવણીનું આયોજન. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ” ની ઉજવણીનું આયોજન.


રાજકોટ શહેર તા.૨૨/૧/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગરના ઉપક્રમે શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત રાજકોટ શહેરમા સરકારી પ્રાથમિક શાળાઓમા શાળા સલામતી સપ્તાહની ઉજવણી શરૂ કરવામા આવી છે. જેમા કુદરતી તથા માનવ સર્જિત આપત્તિઓ, જોખમ અને બચાવ પ્રયુક્તી અંન્વયે વિદ્યાર્થીઓમા યોગ્ય સમજ કેળવાય તે અંગે જરુરી માર્ગદર્શન આપવામા આવે છે. આ કાર્યક્રમમાં ફાયર વિભાગમાંથી શાળાના વિધાર્થીઓ તથા શિક્ષકોને ફાયરની તાલીમ તથા ડેમોસ્ટ્રેશન આપવામાં આવે છે તથા ઇન્ડિયન રેડ ક્ર્રોસ સોસાયટીમાંથી પ્રાથમિક સારવાર, CPR વિશે માહિતી તથા તાલીમ આપવામાં આવે છે. જેનો પ્રારંભ તા.૨૦-૧-૨૦૨૪ના રોજથી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ” ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ ઉજવણી તા.૨૫-૧-૨૦૨૫ સુધી ચાલુ રહેશે જેમાં દરરોજ પાંચ શાળાઓમાં શાળાના બાળકો અને શિક્ષકોઓને અલગ-અલગ ફાયર અને પ્રાથમિક સારવાર વિશે તાલીમ આપવામાં આવશે. તદુઉપરાંત શાળા સલામતી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમા વિવિધ તાલીમો પૈકી ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા શાળામા લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો,પોતાનો તથા અન્યનો બચાવ કઇ રીતે કરવો તેની માહિતી આપવામા આવે છે. રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન તથા ડેમો દ્વારા સમજ આપવામા આવે છે. આ બાબતે વધુ ને વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્વજાગ્રુત થઇ કોઇપણ અક્સ્માત ન બન્ને તેની કાળજી રાખે તેવો અનુરોધ કરવામા આવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image